________________
૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભારે ઉપસર્ગોના સમયે પણ કેવા અચલ અને ક્ષમાવન્ત રહેવાના છે, એ જોઈ-જાણી શકે છે જ્યારે ભગવાનનાં માતાપિતાને તેવું જ્ઞાન નથી. વળી ભગવાનનાં માતા-પિતાના હૈયામાં મુખ્યત્વે સ્નેહરાગનું જોર છે, જ્યારે ઈન્દ્રની સેવા તે ગુણ-રાગને અંગે છે. આથી, ભગવાનનાં માતા-પિતા ભગવાનનું
વર્ધનાન” એવું નામ સ્થાપિત કરે, એ પણ સ્વાભાવિક છે અને ઈન્દ્ર ભગવાનનું “મહાવીર” એવું નામ સ્થાપિત કરે, એ પણ સ્વાભાવિક છે. ભગવાનના ધીરપણાની અને વીરપણાની ઇન્ટે કરેલી પ્રશંસા:
પ્રશ્નબાલક્રીડાના પ્રસંગને લઈને ભગવાનનું વીર નામ પડ્યાનું સંભળાય છે ને ?
એ ઉલ્લેખ પણ આવે છે. ભગવાન જે સમયે આઠ વર્ષની પૂરી ઉમ્મરના નહેતા થયા, તે સમયે સમાન વયના મંત્રિપુત્ર, સામંતપુત્ર, શ્રેષ્ઠિપુત્ર, સેનાપતિપુત્ર આદિ બાળકે, કે જેઓ રમવામાં વિચક્ષણ હતા, તેમની સાથે બાલભાવને સુલભ એવી કીડા કરતા હતા. તેમાં, એક પ્રકારની વૃક્ષક્રીડા પણ તેઓ કરતા હતા. વૃક્ષકડાની રમત રમવાને માટે, એવી શરત નક્કી કરી હતી કે જે બાળક વૃક્ષ પર પહેલે ચઢી જાય અને પહેલો ઉતરી જાય, તે બાળક બીજા બાળકની પીઠ ઉપર સ્વારી કરીને તેમને ચલાવે.” આવી શરતવાળી રમત રમાતી હતી, તે દરમ્યાનમાં બન્યું એવું કે–સૌધર્મ દેવતાએની સમક્ષ ભગવાનના ધીરપણાની અને વિરપણાની પ્રશંસા કરી. ભગવાનના ધીરપણાની અને વીરપણાની પ્રશંસા કરતાં, 'ઈન્દ્ર ત્યાં સુધી કહી દીધું કે–દેવ, દાનવ કે ઈન્દ્ર પિતે પણ,