________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૩૧૭
આવે. એ પ્રશ્નોત્તરી ખરા, પણ તે ચાલુ વિષયની મહારના નહિ. એ પ્રશ્નોત્તરી પણ એક બીજાની સાથે સંબંધ રાખનારા હાય, પ્રતિપાદનાત્મક શૈલિમાં આવું હોય, જ્યારે પ્રશ્નોત્તરામક પદ્ધતિ એથી નાખી પડે છે. તમે કોઈ પણ પ્રશ્નોત્તરના ગ્રન્થ જૂએ, તે તેમાં તમે ‘ ઉપલા પ્રશ્નોત્તરની સાથે નીચલા પ્રશ્નોત્તરના સંબંધ અવત્ર્યંભાવી છે’—એવું લક્ષણ નહિ ઘટાવી શકે. એ પ્રશ્નોત્તરીમાં તે, તેની આજુબાજુના પ્રશ્નોની સાથે સંબંધ હોય પણ ખરા અને સંબંધ ન પણ હોય. એટલે, એમાં એક જ વિષય સીધે સીધા સળંગ વર્ણવાયે ગયા હોય, એવું મને નહિ. શ્રી ભગવતીજી સૂત્ર પ્રશ્નોત્તરાત્મક શૈલિનું છે, એટલે આવું છે. કોઈ પ્રશ્નોત્તર ધર્મકથાનુયાગના સંબંધવાળે હોય, તેા કોઈ પ્રશ્નોત્તર ગણિતાનુયાગના સંબંધવાળા હોય; અથવા તા, કાઇ પ્રશ્નોત્તર દ્રવ્યાનુયાગના સંબંધવાળા હોય, તા કાઈ પ્રશ્નોત્તર ચરણુ-કરણાનુયાગના સંબંધવાળેા હોય. આમ હાવાથી, આ શ્રી ભગવતીજી સૂત્ર ચારેય અનુયાગાથી સંપન્ન છે. શ્રી આચારાંગ સૂત્રમાં જેમ ચરણ–કરણાનુયાગનું, શ્રી સૂત્રકૃત્તાંગ સૂત્રમાં જેમ દ્રવ્યાનુયાગનું, શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રમાં જેમ ગણિતાનુયાગનું અને શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં જેમ ધર્મકથાનુયાગનું વર્ણન છે, તેવા પ્રકારે આ શ્રી ભગવતીજી સૂત્રમાં અમુક અનુયાગને ઉદ્દેશીને જ વર્ણન નથી, પરન્તુ ભિન્ન ભિન્ન અનુયાગાની સાથે સંબંધ ધરાવનારા ભિન્ન ભિન્ન પ્રશ્નોત્તરા, આ શ્રી ભગવતીજી સૂત્રમાં છે.
અનુયાગા ચાર જ કેમ ?
અનુયાગ। ચાર જ છે. આ ચાર અનુયાગામાં, કથિત