________________
૧૯૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
કપિલ નીકળ્યો, તે વખતે એની મને દશા એવી હતી કે–જે એને તેની ધારણા મુજબ બે માસા સોનું મળી જાત, તો એ સંતોષને જ અનુભવ કરત; પણ માગ્યું મળવાની સંભાવનાઓ એ સંતોષને સળગાવી મૂક્યો હતો. હવે કપિલને ખ્યાલ આવ્યો કે–મારે સંતોષ તે મને મૂકીને ક્યારને ય ભાગી ગયું છે.
હવે તે, કપિલને સારા વિચારે જ આવવા લાગ્યા.. તેને વિચાર થયે કે–“વિદ્યાનું ઉપાર્જન કરવાને માટે અહીં આવેલા મને આ જે દુર્વ્યસન વળગ્યું, એથી મારે માટે તે એવું થયું કે-નીકળ્યો હું સાગરતીરે પહોંચવાને માટે અને પહોંચી ગયો હું હિમાલય પર્વતની તળેટીએ ! મને મારા ગુરૂએ જે જ્ઞાનદાન કર્યું, તે જલમાં કમલ રેપવા જેવું થવું જોઈતું હતું, પણ એને બદલે થયું તે સ્થલમાં કમલ રેપવા જેવું! કારણ કે દાસીને વિષે પણ મેં દાસપણું કરીને, અકુલીનને છાજે એવું મેં કર્યું છે!” દીક્ષા અને કેવલજ્ઞાન:
આવી વિચારણા આવતાની સાથે જ, તે મહાનુભાવ કપિલના અન્તઃકરણમાં પાંચેય ઈન્દ્રિયેના સઘળા ય વિષયે પ્રત્યે વિરાગભાવ પેદા થાય છે અને એમાંથી “આવા વિષય મારે જોઈએ જ નહિ”—એ પ્રકારના સંવેગના ભાવને એ પુણ્યવંત પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ, પણ સંવેગના ભાવથી ભરેલી વિચારણામાં રમતા એવા તે શ્રી કપિલ મહાનુભાવને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જાતિમરણ જ્ઞાન ઉત્પન્ન થતાં તેઓ સ્વયંબુદ્ધ બને છે. તેઓ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા બને છે. પછી સ્વયંબુદ્ધ બનેલા તેઓ પિતાના હાથે જ