________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
ખૂબ જ ખૂશ થઈ ગયા. તેમણે ચેલ્લાદેવીને એ નૂતન પ્રાસાદમાં રાખી. ચેલણા પણ તુષ્ટ થઈ અને પેાતાને મળેલી નૂતન સામગ્રીને ઉપયાગ તે પ્રભુભક્તિમાં અને પતિભક્તિમાં કરવા લાગી. ચેલણા પેાતે જ સર્વ ઋતુઓનાં પુષ્પાની માલાને રાજ રાજ ગ્રંથતી હતી અને એ માલાએથી પ્રભુની પૂજા કરતી હતી તથા પતિના કેશપાશને પૂરતી હતી.
ધર્મને પામેલી સ્ત્રીએ પ્રભુભક્તા અને પતિભક્તા હાય, એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. શીલગુણની સ્વામિનીએ જ્યારે ધર્મવાસિત અન્તઃકરણવાળી અને, ત્યારે તે પ્રભુભક્તિમાં લીન મનવા સાથે પતિભક્તિને પણ ખીલવે. ચેલ્લા એ રીતિએ જ્યારે સુખવિહાર કરી રહી હતી, તેવા સમયમાં એક એવા બનાવ બનવા પામ્યા, કે જેને વિનય નામના બીજા જ્ઞાનાચારની સાથે સમય છે.
૪૪૭*
એ નગરમાં એક માતંગપતિ રહેતા હતા. માતંગપતિ તે સમજ્યા ને ? ઢેડાઓને આગેવાન. એ માતંગપતિ વિદ્યાસિદ્ધ હતા.
એ માતંગપતિની પત્ની સગર્ભા હતી. તેણીને આમ્રફળ ખાવાના દોહદ ઉત્પન્ન થયા.
એ ઋતુ આમ્રફળની નહેાતી, છતાં તેણીને એવા પ્રકારના દાહદ ઉત્પન્ન થયા અને તેણી જાણતી હતી કે– મારા પતિ વિદ્યાસિદ્ધ છે તથા ચેત્લણા રાણીના ઉદ્યાનમાં સર્વ કાળે આમ્રવૃક્ષા લસહિત હાય છે, માટે મારા દોહદ પૂર્ણ થયા વિના રહેવાના નથી. ’ એટલે તેણીએ પેાતાના પતિને પેાતાના દાદની વાત કરી.
માતંગપતિએ પહેલાં તેા કહી દીધું કે- મૂર્ખ છે?