________________
'૧૨૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભેગેને પરિત્યાગ કરતા નથી, એવા ચક્રવર્તિઓ મરીને કયી ગતિમાં જાય છે?”
ભગવાને કહ્યું કે-“એવા ચક્રવર્તિઓ મરીને સાતમી નરકે જાય છે.”
એટલે કૃણિકે ફરીથી ભગવાનને પૂછયું કે-“તે મારી ગતિ કયી થશે ?”
એના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે અહીંથી મરીને તું છçી નારકીએ જઈશ.”
આવા ઉત્તરને સાંભળીને, જરા પણ ક્ષેભને પામ્યા વિના જ, કૃણિક ભગવાનને પૂછે છે કે “સાતમી નરકે કેમ નહિ જાઉં ?”
એટલે ભગવાન એને કહે છે કે “તું ચક્રવર્તી નથી માટે! જે ચકવતી હોય, તેની પાસે તે ચક્રવર્તીને એગ્ય સામગ્રી હેય. જેમ જ્યાં ધર્મી હોય, ત્યાં ધર્મ અવશ્ય હોય તેમ!”
અહીં તમારે એ વાત ધ્યાનમાં રાખવાની છે કેભેગાદિને મૃત્યુ પર્યન્ત પરિત્યાગ નહિ કરનારા ચક્રવર્તીએ સાતમી નરકે જાય છે અને એ સિવાયના બીજા કેઈ સાતમી નરકે જતા જ નથી, એવું કાંઈ છે જ નહિ. બીજા પણ સાતમીનરકે જનારા હોઈ શકે છે. મનુષ્યગતિમાંથી અને તિર્યંચગતિમાંથી પણ ઘણા જી, સાતમી નરકને યોગ્ય આયુબકર્મને ઉપાર્જને, સાતમી નરકે પણ જાય છે. એટલે અહીં ભગવાને જે એમ સૂચવ્યું કે- તું ચક્રવર્તી નથી, માટે તું સાતમી નરકે નહિ જાય”—તે, એ માટે જ સૂચવ્યું છે કે-કૂણિકને પિતાને એ ગર્વ હતું કે હું ચક્રવર્તી જ છું. એણે જ્યારે પૂછ્યું, ત્યારે પિતે ચક્રવર્તી છે એવી જ એની તદન ખોટી