________________
ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૨૭
સારે, એમ ? આ સંસારમાં જીવ કેટલાના પુત્રપણાને પામ્યા હશે અને કેટલાને પુત્રપણે જન્માવ્યા હશે ? જે પુત્રને જીવાહવા સ્વાધીન નહિ, સાજો રાખવા સ્વાધીન નહિ, સારા રાખવા સ્વાધીન નહિ અને જેના વિયાગ નિશ્ચિત જ; તેમ જ જે પુત્ર મેાટા થઇને સુખી બનાવનારા નિવડશે કે દુઃખી અનાવનારા નિવડશે—એના પણ નિર્ણય નહિ, એવા પુત્ર ઉપર. માહ કરવા અને એ માહમાં પાછે ગૌરવના અનુભવ કરવા, તે મિથ્યાત્વના પણ ગાઢપણાને સૂચવે છે. કૃણિક નરકગામી જીવ છે, એટલે એના હૈયામાં આવા આવા ભાવા પ્રગટે,. એમાં નવાઈ પામવા જેવું કાંઈ જ નથી.
કૃણિક એવા જીવ હતા કે એને ભગવાનેય ફળે નહિ :
આવા ગાઢ મિથ્યાદૃષ્ટિને તે ખૂદ ભગવાનના ચાગ . મળે, તે પણ તે ફળે નહિ. જેનું મિથ્યાત્વ મંદતાને પામ્યું હાય અથવા તેા જેનું મિથ્યાત્વ મંદતાને પામે અને જેની ભવિતવ્યતા સારી હોય, તેને જ ભગવાન જેવાના યાગ પણ. ફળી શકે છે. ધેાર મિથ્યાદષ્ટિએ તા, ભગવાનના ચાગ દ્વારા પણુ, મહા પાપને ઉપાર્જનારા મને છે. રાજા કૂણિકને પાછલા કાળમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માના ચેાગ મળ્યા હતા. તેની વસાવેલી ચંપા નામની નગરીએ ખૂઃ ભગવાન પધાર્યા . હતા અને ભગવાનના સમવસરણમાં રાજા કૂણિક ગયા પણ હતા. એ વખતે ભગવાનની સાથે એને જે પ્રશ્નોત્તરા થયા હતા, તે જોઇએ તે લાગે કે- તે જીવ ઘણી જ નાલાયક અવસ્થામાં છે.’
ભગવાનને તેણે પૂછ્યું કે જેઓ જીવનભરને માટે