________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૯૩
વાત કરે નહિ”—એવી નિષેધ આજ્ઞા જાહેર કરું !”
રાજા સમચન્દ્ર કહે છે કે દેવીએમ નથી. આ એક ધોળા વાળ માત્રને જોવાથી મને શરમ ઉપજી છે અને એથી જ હું ખેદ પામે છું એવું નથી. મારા મનમાં ખેદ ઉત્પન્ન થવાનું કારણ તો એ છે કે મારા પૂર્વજોએ, પિતાના માથામાં ધૂળે વાળ જેવાને મળે તે પહેલાં જ, રાજ્યાદિકને ત્યાગ કરીને વ્રત ગ્રહણ કર્યું છે. એ પૂર્વજોને પુત્ર હું, એમના પંથે નહિ ચાલતાં, ધોળે વાળ આવ્યો ત્યાં સુધી વિષયભેગમાં જ આસક્ત બની રહ્યો છું.” મારા દુઃખનું ખરું કારણ તો આ છે. આમ છતાં ય, કાંઈ વાંધો નહિ. હવે હું તરત જ વ્રતને ગ્રહણ કર્યું, પણ આપણે પુત્ર હજુ દૂધપીતો છે. એને રાજગાદી ઉપર કેમ જ સ્થાપિત કરી શકાય ?” આ પ્રમાણે કહીને, જરા થંભીને, રાજા સોમચન્દ્ર પતે જ કહે છે કે જ્યારે મારી ઈચ્છા વ્રત લેવાની જ છે, તો પછી મારે રાજ્યથી પણ શું પ્રયોજન છે અને પુત્રથી પણ શું પ્રયોજન છે? હું તો વ્રતને જ ગ્રહણ કરીશ અને તું તારા પુત્રને મેટો કરજે.
એ વખતે રાણી ધારિણું કહે છે કે-“નાથ! તમારા વિના તે, હું પણ અહીં નહિ રહું. સતીઓ તે સર્વ સંગેમાં પતિના માર્ગને જ અનુસરનારી હોય છે. માટે આપ બાળક એવા પણ પુત્રનું રાજ્યારોહણ કરી લે. હું તે, આપના શરીરની છાયા જેમ આપની સાથે જ રહે છે, તેમ આપની સાથે જ રહીશ અને વનમાં પણ આપની જ સેવા કર્યા કરીશ. જંગલમાં ઉપજેલાં વૃક્ષોની સારસંભાળ લેનાર કેઈ હેતું નથી, તેમ છતાં પણ, એ વૃક્ષે જેમ ઉછરે છે ને મોટાં થાય છે, તેમ આપણે પુત્ર પણ અહ–પિતાનાં કર્મોથી જ વૃદ્ધિને પામશે. ૧૯