________________
૨૯૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
આપ જાવ, તે પછી મારે તેનું પ્રયેાજન જ શું છે?? પિતાના સંસ્કાર :
ય
શ્રી પ્રસન્નચન્દ્ર, આવાં માતા-પિતાના પુત્ર હતા. રાજા રાણી અન્ને ય કેટલા ઉત્તમ સંસ્કારાવાળાં છે ? માથામાં હજી તે માત્ર એક જ ધોળા વાળ આવ્યા છે, છતાં પણ એને જોઈને કંપી ઉઠે–એવું રાજાનું હૈયું છે. પેાતાના પૂર્વજોના કરતાં તે વધારે વિષયાસક્ત નિવડ્યો ’–એવા વિચાર આવે અને એ વિચાર મનમાં ભારે દુઃખને પેદા કરી દે, એ જેવાતેવા સંસ્કારો છે? રાજાને એ વિચાર પણ પાછા સ્મશાન વૈરાગ્ય જેવા નથી. મુડદાને ખાળી આવ્યા, એટલે પાછા હતા તેના તે; પછી મરણ આપણું પણ આવવાનું છે, એને જાણે ભૂલી જ જાય; એમાંના આ નહેાતા. આ તે હૈયે વૈરાગ્ય પેદા થયા એટલે ઝટ ત્યાગ કરવાની જ વાત, એવા છે ને ? જરાક વિચાર આબ્યા કે− છેક નાના છે; હું તજી જાઉં તા રાજ્યનું ને પુત્રનું થાય શું ?' પણ એ વિચારને એમણે કેવા ફગાવી દીધા ? તરત જ નિર્ણય કરી લીધા કે જેણે વ્રત જ લેવું છે, તેને વળી રાજ્યેય શું અને પુત્રય શું ? ’ હૈયામાં સુન્દર સંસ્કારોની સુવાસ પથરાએલી ન હોય, તા આ પ્રકારના વિચાર આવવા અને એ પ્રકારના વિચાર આવતાંની સાથે જ ખીજી કાઈ જ દરકાર કર્યા વિના, ત્યાગ કરવાને તત્પર અની જવું, એ પ્રાયઃ શકય જ નથી.
માતાના સંસ્કાર :
શ્રી પ્રસન્નચન્દ્રને પિતા જેમ આવા ઉત્તમ કેાટિના હૈયાવાળા મળ્યા હતા, તેમ માતા પણ અસાધારણ કેટિની