________________
૧૪-જ્ઞાન—ચરણ :
જ્ઞાન-ચણ રૂપ નયનચુગલ :
નવાંગી ટીકાકાર તરીકે સુપ્રસિદ્ધ થયેલા, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પંચમાંગસૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની રચના કરવાને માટે પ્રવૃત્તિશીલ બનતાં, પહેલાં તે તેઓએ મંગલાચરણ કર્યું અને તેની સાથે અભિધેયનું ઉચ્ચારણ પણ કર્યું. તે પછીથી, તેએએ પેાતે રચવા ધારેલા ‘વ્રુત્તિ’ રૂપ શાસ્ત્રની પ્રસ્તાવના શરૂ કરી. પ્રસ્તાવનામાં, ટીકાકાર મહર્ષિએ, આ શ્રી ભગવતીજી સૂત્રને સમુન્નત જયકુંજરની સાથે ઘટાવેલ છે. ટીકાકાર મહર્ષિએ જયકુંજરના નામનિર્દેશ માત્રથી જ ઘટના કરી નથી, પરંતુ આ ઘટના કેવી રીતિએ બંધબેસતી છે, એ પણ સંખ્યાબંધ વિશેષણા દ્વારા વર્ણવેલ છે. એ વિશેષણા પૈકીનાં અગીઆર વિશેષણા તા આપણે જોઇ આવ્યા. હવે બારમું વિશેષણ, બારમા વિશેષ તરીકે ટીકાકાર મહિષએ ફરમાવેલ છે કે
'ज्ञानचरणनयनयुगलस्य
એટલે કે–જયકુંજરને જેમ એ નયના હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને પણ એ નયના છે, જયકુંજરનાં બે નયના કયાં, એવું પૂછવું નહિ પડે; પણ શ્રી ભગવતીજી સૂત્રનાં એ નયના ક્યાં, એવું તેા પૂછવું પડે; કેમ કે—આ તા ઘટના છે.
!"
ار