SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ કબીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના - ૩૫૫ સામાન્ય ભાવનાથી પણ ઝટ પ્રવૃત્તિ થાય અને મુક્તિની સાધનાની ભાવના એના કરતાં જોરદાર હોય તે ય તેમાં ઝટ પ્રવૃત્તિ ન થઈ શકે–એ શક્ય છે; પરન્ત, ખરી વાત એ છે કે–આપણાં કર્મો તેવાં છે કે નહિ, તેનું આપણને જ્ઞાન નથી. આપણાં તેવાં પણ કર્મો ક્યારે હલકાં બન્યાં કે બનશે, તે આપણે જાણી શકતા નથી. આથી, એના આધારે બેસી ન રહેવાય. રેજ મુક્તિની સાધનાની ભાવનાને, મુનિપણાની ભાવનાને, વેગ આપવાનો પ્રયત્ન કર્યા કરે. એ ભાવનામાં અને એ પ્રયત્નમાં પણ કર્મોને નિર્જરવાની તાકાત છે. એ ભાવનાને વેગ આપવા પ્રયત્ન કરતે કરતે એક દહાડે ઠેકાણું પડી જાય, પણ કર્મોના નામે લમણે હાથ દઈને બેસી રહે, તે વળે શું? જ વિચાર કર, વારંવાર વિચાર કરે કે- આટલા બધા મુનિઓ મુનિપણાનું પાલન કરે છે અને હું કેમ મુનિપણાનું પાલન કરી શકું નહિ ?” એટલે ચરણ—કરણનાગને પામવાને માટે તે, ખૂબ જ લાલાયિત તથા પ્રયત્નશીલ બની જવું જોઈએ.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy