________________
બોજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૫૯
વિદ્યા આવડશે.”
શ્રી શ્રેણિક પણ સમજુ હતા. તરત જ તેમને વિદ્યામાં વિનય અવશ્ય જોઈએ, તે વાતને ખ્યાલ આવી ગયે. તેમણે સિંહાસન ઉપરથી ઉતરીને શ્રી અભયકુમારે કહ્યા મુજબ કર્યું.
પછી સિંહાસને બેસાડેલા માતંગપતિના મુખેથી, રાજાએ એક ઉજ્ઞામિની નામની અને બીજી અવનામિની નામની– એમ બે વિદ્યાઓને સાંભળી અને જેવી સાંભળી તેવી જ એ એ વિદ્યાઓ રાજાના હૈયામાં વસી ગઈ.
હવે શ્રી અભયકુમારે શ્રી શ્રેણિકને “વિદ્યાદાતા ગુરૂને તે કઈ પણ સંગેમાં મરાય નહિ”—એ વાતને ખ્યાલ આપે અને વિદ્યાદાતા ગુરૂ પ્રત્યેના બહુમાનભાવને લક્ષ્યમાં રાખીને શ્રી શ્રેણિકે પણ તરત જ એ માતંગપતિને મુક્ત કરી દીધો. વિનય પિતાના જ ભલાને માટે:
આ ઉદાહરણ ઉપરથી તમે સમજી શક્યા હશે કેજ્ઞાનના અર્થી આત્માઓએ જ્ઞાનીને વિનય કરવામાં કચાશ રાખવી, તે પોતાના જ્ઞાનોપાર્જનમાં જ કચાશ રાખવા બરાબર છે. જેઓ જ્ઞાનની મહત્તાને અને અજ્ઞાનની વિડમ્બનાને સમજે છે, તેઓ તો કદી પણ વિદ્યાદાતા ગુર્નાદિક પ્રત્યે અવિનયને આચરવાનો વિચાર સરખે ય કરે નહિ. ખરી રીતિએ તે, જ્ઞાનના અર્થિઓએ ગુરૂને, વિદ્યાદાતાને અને વિશેષજ્ઞને જે યથાગ્ય રીતિએ વિનય કરવાનું છે, તે એકાન્ત પિતાના ભલાને માટે જ કરવાનું છે. વિનયને આચરનારાઓ, બીજાને વિનયને આચરવાનું શીખવવાના ફલને પણ પામી શકે છે.