________________
-
-
૪૯૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
ને? છતાં પણ, એટલા ફેરફાર માત્રથી અર્થ કેટલે બધે ફરી જાય છે, તે જુઓ. “સ્વજન” એટલે પિતાનું માણસ, કુટુંબી જન, જ્યારે “ધજન” એટલે કુતરે; “સકલ” એટલે સંપૂર્ણ જ્યારે “કલ” એટલે ટુકડે; અને “સકૃતુ ” એટલે એક વાર, જ્યારે “શકૃત ” એટલે વિષ્ટા. આશય જે ન હેય, તે અર્થ પણ ઉચ્ચારની બીન આવડતથી કે લખવાની બીન આવડતથી પેદા થઈ જવા પામે.
જેઓ વ્યાકરણને જ વ્યાધિકરણ માને, તેમને અજ્ઞાનના વ્યાધિમાંથી કોણ છેડાવે? સહજ ફેરફારથી, “શને “સ” બાલવાથી તે એક વખત ભરસભામાં મોટે ઝઘડે થઈ ગયા હતા.
સનાતનીઓ અને આર્ય સમાજીસ્ટે વચ્ચે વાદ ગઠવાય હતે. પ્રથમ વ =ક્ષિા” “પહેલે કળીએ માખી ની જેમ આર્યસમાજીસ્ટ પંડિતથી ભૂલ થઈ ગઈ એને ઉચ્ચારનું ભાન નહોતું તેથી ભૂલ થઈ
સનાતની આગેવાન પંડિતનું નામ દેવીદાસ શર્મા હતું, તેથી તેણે કહ્યું કે–દેવીદાસ સરમા! સાંભળો.”
“શર્મા” એ તો અટક હતી, જ્યારે “સરમા ”ને અર્થ કુતરી થાય, એટલે દેવીદાસ શર્મા એકદમ ઉશ્કેરાઈ ગયો. સનાતનીઓએ અમારે પંડિતને “કુતરી” કહી, એમ માનીને તેફાન આદર્યું.
એટલે વ્યાકરણના અધ્યયનની પણ પરમ આવશ્યકતા છે, કે જેથી કયો શબ્દ કયા વર્ણવાળે છે તેનું ભાન આવે અને અક્ષરભેદે કે અર્થભેદ થઈ જવા પામે છે, તે વિગેરે પણ સમજાય.