SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એમ એ મહાપુરૂષ જાહેર કરે છે. મહાપુરૂષે આવું જાહેર કરે, તેમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. જે શાસનમાં, ત્રિપદી માત્રને પામીને ચૌદ પૂર્વે સહિત દ્વાદશાંગીની રચના કરનારા અને તે પણ માત્ર પોતાની જ મતિથી રચના કરનારા ગણધરભગવાને પણ એમ જ કહેતા હોય કે ભગવાને કહેલું અમે કહીએ છીએ.” તે શાસનમાં થયેલા અને તે શાસનના મર્મને સારી રીતિએ પામેલા મહાપુરૂષે, “અમે પૂર્વના મહાપુરૂ એ કહેલું જ કહીએ છીએ.”—એમ કહે, એમાં આશ્ચર્ય પામવા જેવું છે જ શું? આશ્ચર્ય તો ત્યારે પામવાનું હોય, કે જ્યારે તે ભગવાનના નામને કે મહાપુરૂષના નામને ઓળવે. આપણે ત્યાં, શ્રી જૈન શાસનમાં સ્વતન્ત્રપણે આચરવાનો અધિકાર છએ પ્રકારના અતિશયજ્ઞાનિઓને છે. તેમની ગ્યતાને લઈને તેમને આ શાસને તે પ્રકારનો અધિકાર આપે છે, પરંતુ સ્વતન્ત્રપણે માર્ગનું નિરૂપણ કરવાનો અધિકાર તે એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ છે. શ્રી જૈન શાસનને પામેલા બીજા સર્વે તે ભગવાનના નામે જ કહે ભગવાને કહેલું કહેવાને જ આગ્રહ રાખે ભગવાને ન કહ્યું હોય તેવું જે કહેવાઈ જાય અને તેની ખબર પડી જાય, તો તેને મહા પાપ થઈ ગયું એમ માને, ભગવાને ન કહ્યું હોય તેવું કહેવાઈ ગયાથી મહા પાપ થયાનું માનીને, તે પાપથી છૂટવાને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલા માટે તે, મહાપુરૂષો પોતાના રચેલા ગ્રન્થને અન્ત લખી દે છે કે-અજાણતાં, ઉપગશન્યતાદિથી જે એક પણ વચન ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ લખાઈ ગયું હોય, તો મિચ્છા મિ દુક્કડં દઈએ છીએ.”—એટલું જ નહિ, પણ તેઓ એવું કોઈ વચન આવી ગયેલું જણાય, તે તે વચનને સુધારી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy