________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૪૭ તેણે પેલી વ્યભિચારિણી રાણીને પણ બોલાવી તેમ જ મહાવતને પણ પટ્ટહસ્તિને લઈને ત્યાં બોલાવ્યો.
રાજાની આજ્ઞાથી ત્યાં નગરજને પણ એકત્રિત થઈ ગયા.. એ પછી, રાજાની આજ્ઞાને અનુસરીને, નગરજને સમક્ષ સઘળી ય હકીકત જાહેર કરવામાં આવી, કે જેથી લોકે રાજાની ઉગ્ર આજ્ઞાના રહસ્યને પણ સમજી શકે અને “આ રાજ્યમાં આવા ગુન્હાની ભારેમાં ભારે શિક્ષા થાય છે, માટે આ ગૂન્હ તે આપણે કરે જ નહિ”—એવા પ્રકારને નગરજનેને બંધ પણ મળે.
રાજાઓ ઉગ્ર શાસનવાળા હોય, પણ મૂર્ખ નહિ હોવા જોઈએ. મૂર્ખ જે રાજા બની જવા પામે, તો તે ઉગ્ર શાસનવાળો બની શકે નહિ. રાજાએ દુષ્ટને દમનાર હોય, પણ સજનને સંતાપનાર ન હોય. સારે રાજા તે કહેવાય, કે જે રાજા દુર્જનેને દંડનાર હોય અને સજ્જનેને સહાય કરનાર . જે રાજ્યમાં દુષ્ટ અને દુર્જને કુશળ બનીને હેર કરી શકતા હોય અને સજજને સરલ હોવાના કારણે જ સંતાપને ભેગ બનતા હોય, તે રાજ્ય સુરાજ્ય અથવા તો કલ્યાણકારી રાજ્ય નથી. સજ્જનને અને દુર્જનેને એક જ લાકડીએ હાંકનારું રાજ્ય, પ્રજાજનોને સદાચારોથી ભ્રષ્ટ કરનારું અને નીતિના નિયમનું પણ ઉલ્લંઘન કરાવનારું નિવડે છે. એના ગે, પ્રજાજને દંભથી જ રળવાની અને રઝળવાની કુટેવના ભંગ બની જાય છે. પૂર્વ કાળના જે ઉત્તમ રાજાએ હતા, તે પ્રજાનું નીતિનું ધારણ નીચું પડે નહિ–તેની ખૂબ જ કાળજી રાખતા તેમજ સદાચારિઓને સર્વ પ્રકારે સહાયક બનતા. ભારતીય સંસ્કૃતિનું એ પણ એક મહત્વનું અંગ હતું. આજે