________________
૪૮૫
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ગયેલ હોય, તે પણ તેણે પિતાથી ઓછું ભણેલા એવા પણ પિતાના ગુરૂના નામને છૂપાવવું જોઈએ નહિ. ઉપકારી મહાપુરૂષ ફરમાવે છે કે–એક અક્ષરનું જ્ઞાન આપનાર ગુરૂને પણ માનની દૃષ્ટિએ જોવા જોઈએ; તેમનું નામ બહુમાનભેર ઉચ્ચારવું જોઈએ. જેમની પાસે ભણેલ હોય તેમનું નામ તો દે, પણ જેટલું ભણેલ હેય તેથી કાં તે અધિક કહે અને કાં તો એછું કહે, તે પણ દોષપાત્ર બનાય. કેઈની પાસે ભણીને કોઈનું નામ દેવાય નહિ અને જે ભણ્યા હોઈએ-તેમાં અધિક પણ બતાવાય નહિ અને અલ્પ પણ બતાવાય નહિ. મહા પાપનું કારણ?
ખોટું નામ દેવામાં અને ભણતરને અધિક–ઓછું બતાવામાં, મૃષાવાદને દોષ તો લાગે જ છે, પરંતુ ચિત્તની કલષિતતા વિના પણ પ્રાયઃ એવું બોલાતું નથી. ઉપગફેર થઈ જાય, એ વાત જુદી છે; બાકી જે જાણી જોઈને ભણાવનાર તરીકે એકને બદલે બીજાનું નામ લે અગર તે જાણું જોઈને તેમની પાસે ઓછું ભણેલ હોય છતાં અધિક ભણ્યાનું બતાવે કે અધિક ભણેલ હોય છતાં ઓછું ભણ્યાનું બતાવે, તો એ ચિત્તની કલુષિતતા વિના બને નહિ. એમાં તે, એમ કરતાં પૂર્વે પણ ચિત્તની કલુષિતતા હોય અને જે એમ કર્યું એ ઠીક કર્યું-એ ભાવ આવી જાય, તે પાછળ પણ ચિત્તની કલુષિતતા હેય. ચિત્તનું કલુષિતપણું, એ તો મહા દેષનું કારણ છે. આમ, મૃષાવાદને અને ચિત્તના કલુષભાવને દેષ લાગવા ઉપરાન્ત, જ્ઞાનાતિચાર રૂપ દેષની પ્રાપ્તિ પણ થાય છે. આ ઉપરથી તમે સમજી શક્યા હશે કે–આ પાંચમા જ્ઞાનાચારનું ઉલ્લંઘન
૩૧