________________
૧૬૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
પદપદ્ધતિ લલિત છે, માટે એનામાં જનમનનું રંજન કરવાને ગુણ રહેલો જ છે; પણ વિચાર એ કરવાને છે કે આ પદપદ્ધતિ સૌના મનનું રંજન કરે એવી છે કે અમુકના મનનું રંજન કરે એવી છે? પદપદ્ધતિમાં જનમનને રંજન કરવાનો ગુણ છે એમાં શંકા નથી, કારણ કે–આ પદપદ્ધતિ લલિત છે, પરંતુ લલિત એવી પણ આ પદપદ્ધતિથી કેવા જનના મનનું રંજન થવું એ સંભવિત છે, એ જાણવાની જરૂર છે. સર્વ જનોના મનનું રંજન આવી લલિત પણ પદપદ્ધતિથી થાય, એ સંભવિત નથી; કારણ કે–આ પદપદ્ધતિમાં જે લાલિત્ય રહેલું છે, તે લાલિત્યને સર્વ જન જાણું શકે, પિછાની શકે, એ સંભવિત નથી. એમાં પદપદ્ધતિના લાલિત્યની ખામી ન ગણાય, પણ જે માણસના મનનું રંજન આવી પદપદ્ધતિથી થાય નહિ, તેવા માણસની ખામી ગણાય. એટલા માટે તે, ટીકાકાર મહર્ષિએ “જનમનોરલા” નહિ કહેતાં, “પ્રધુનમનો સવા” એમ કહ્યું છે. આ પદપદ્ધતિ પ્રબુદ્ધ એવા જનના મનનું રંજન કરનાર છે–એમ કહ્યું છે. બુડથલ માણસ ચાલમાં સમજે શું? હાથીની ચાલ સારી કે ગધેડાની ચાલ સારી, એને ખૂલાસે બુડથલ પાસે ન હોય. એ તે વિચક્ષણ માણસ જ કહી શકે કે હાથીની ચાલ સૌથી સારી અને તે અમુક અમુક કારણસર સારી. તેમ સૂત્રનાં પદોની પદ્ધતિ લલિત હોવા છતાં પણ, જે એ લાલિત્યને જાણવામાં કુશળ હોય, તે જ એ લાલિત્યના કારણે મને રંજનને અનુભવ કરી શકે ! જેને પદે અને પદની પદ્ધતિને ખ્યાલ નથી, એવો માણસ લલિત એવી પણ પદપદ્ધતિ દ્વારા મનરંજનનો અનુભવ કરી શકે નહિ. બુદ્ધ એટલે જેને બંધ થયેલ છે તે, પદેના અર્થ