________________
૨૪ ,
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સ્થાને વ્યય ન કરી શકતો હોય, તે એને પોતાની કૃપણુતા ઉપર રેષ ઉપજે. બાકી, તમે લોકે ખરેખર કૃપણ છે ? મોટે ભાગે તો તમે લોકે ઉડાઉ છે, એમ આજની તમારી રીતભાત ઉપરથી જણાય છે. તમે આજે. ખાવા-પીવા, પહેરવા-ઓઢવા,ફરવા-હરવા અને દોરદમામ દેખાડવા પાછળ કેટકેટલા ઉડાઉ ખર્ચાઓ કરે છે, તે તો જુઓ ! વળી તમે દેવસ્થાનાદિમાં નથી જ ખર્ચતા–એવું પણ કહી શકાય નહિ; પણ તમે મોટે ભાગે કેવા પ્રકારે ખર્ચો છે, એને જરા વિચાર કરે. દેવસ્થાને અગર તો અન્ય ધર્મસ્થાનમાં તમે
જ્યારે કઈ કઈ વાર ચડસમાં આવી જાય છે અથવા તો શરમમાં લેવાઈ જાય છે અથવા તે નામનાના લોભમાં તણાઈ જાય છે, એવા એવા વખતે તે તમે મેટી રકમે પણ ખચી નાખે છે; પણ રેજ દેવ-ગુરૂના ઉપકાને યાદ કરીને, તેઓની ભક્તિમાં પોતાની લક્ષમીને સવ્યય કરવાને ઉમંગ તમે અનુભવે છે? રેજ વિચાર આવે છે ખરે કે- આજે આ શરીરની સેવામાં અને કુટુંબના પિષણાદિમાં મેં કેટલો ખર્ચો કર્યો અને દેવ-ગુરૂની ભક્તિમાં મેં કેટલેક ખર્ચો કર્યો?” જે એ વિચાર આવે, તે તમને જ થાય કે-“હું કેટલું બધું છું? આ શરીર નાશવન્ત છે, હું આ શરીરને ગમે તેટલું સાચવું, તો ય મારું માનેલું આ શરીર મારું રહેવાનું નથી અને આ કુટુંબિએ પણ કર્મના સંબંધે મળી આવેલાં છે અને કર્મને સંબંધ પૂરે થતાં વિખુટાં પડી જવાનાં છે; આમ છતાં ચ, આ શરીર અને આ કુટુંમ્બિઓને માટે આટલો બધો ખર્ચ અને જે દેવ-ગુરૂ અને મોક્ષમાર્ગની મારી આરાધનામાં પ્રેરક અને