________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
હાશકાશ ઉડી ગયા. તેની આંખેામાંથી અશ્રુઓ સરવા માંડ્યાં.
એ જ વખતે, કુણાલ ત્યાં આવી પહેાંચ્યા. પ્રધાનને રડતા જોઇને એ મુંઝાયા. વિચક્ષણ એવા તેણે ત્યાં પડેલા રાજાના પત્રને ઉઠાવી લીધા અને વાંચી લીધેા.
૪૯૪
હવે એ કુમાર કેવા પિતૃભક્ત છે અને સત્ત્વશીલ છે, તે એ. એ પત્રને વાંચીને કુણાલ વિચાર કરે છે કે— પિતાજીની કાઈ પણ આજ્ઞાા ભંગ મેં કર્યાં નથી, પણ મારાથી પિતાજીની આજ્ઞાના ભંગ અજાણતાં થઈ ગયા હશે, એમ આ પત્ર ઉપરથી લાગે છે. નહિતર, એકાન્તે મારા હિતની જ ચિન્તા કરનારા મારા પિતા આમ કેમ લખે? મારે તે એમની આજ્ઞાનો અમલ જ કરવા જોઈએ. જે પુત્ર પિતાની આજ્ઞાના ભંગ કરે, તેને પુત્ર જ કેમ કહેવાય ? ’
કુણાલે પોતાના વિચાર પ્રધાનને જણાવતાં, થોડોક કાલ વિલંબ કરવાને માટે પ્રધાન વિગેરેએ કુણાલને સમજાવવા માંડયું. આથી, કુણાલે, કોઈ દુષ્ટ અષ્ટના વશથી, પેાતાના હાથે જ તપાવેલી લેાઢાની સળીને પેાતાની બન્ને આંખામાં આંજી અને એથી તે અન્ય અન્યા.
કુણાલ પિતૃભક્ત હતા, એની ના નથી; પણ આ સ્થલે એક વાત વિચારવા જેવી છે. તેણે જો ઘેાડા કાળ વિલંબ કર્યાં હોત, તા એટલા માત્રથી તે પિતૃભક્ત મટી જાત નહિ. મહાપુરૂષો આવા સાહસના નિષેધ કરે છે. સહસાત્કારે કોઇ ક્રિયા કરવી તે અવિવેક છે અને અવિવેક એ મેટી આપત્તિનું મૂલ છે. એટલા માટે તા, શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરૂની આજ્ઞાના આરાધક પુરૂષ પણ, જો કોઇ આજ્ઞા વિશેષના પાલનમાં અશુભ ભાવિ જણાય, તે તે આજ્ઞાનું તત્કાલ પાલન