________________
૩૦૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન બધામાંના કશાને જ ઉપયોગ કે આશ્રય કરી શકે નહિ. એક ઘડેસ્વાર ઉપર સારી અસર:
રાજર્ષિ પ્રસન્નચન્દ્ર જે વખતે સૂર્યની આતાપનાને સહતા ધ્યાનસ્થ બન્યા છે, તે વખતે પાસેના માર્ગે થઈને શ્રી શ્રેણિક રાજા, પિતાની સેના આદિ સર્વ પ્રકારની રાજદ્ધિઓ સહિત બનીને, ભગવાન શ્રી મહાવીર પરમાત્માને વન્દન કરવાને માટે જઈ રહેલ છે. શ્રી શ્રેણિક રાજાના સૈન્યના અગ્રભાગમાં બે ઘોડેસ્વાર ચાલી રહ્યા હતા. તેમણે રાજર્ષિ પ્રસન્નચન્દ્રને ધ્યાનસ્થ દશામાં ઉભેલા જોયા. રાજર્ષિ પ્રસન્નચન્દ્રને એ પ્રકારે ઉભેલા જોઈને, એ બે ઘડેવારમાંના એકનું હૈયું આનન્દના અને અનમેદનાના ભાવથી નાચી ઉઠયું. આનન્દ અને અનમેદનાને એ ઘોડેસ્વારને એ ભાવ એટલે બધે જોરદાર હતો કે–પિતાના એ ભાવને તે સાથીદાર સૈનિકની પાસે રજૂ કર્યા વિના રહી શક્યો નહિ. એણે પિતાની સાથે ચાલતા ઘોડેસ્વારને કહ્યું કે આ મહામુનિ ખરે જ વંદના કરવાને ગ્ય છે. આ જ ખરા મહાત્મા છે, કે જેઓ આવા ઉગ્ર તપને આચરી રહ્યા છે. આમ એક પગે એક મુહૂર્ત માત્ર જેટલો સમય ઉભા રહેવું, એ અતિ કઠિન છે અને તેમાં પણ સૂર્યમંડલની સામે દૃષ્ટિને સ્થાપિત કરીને ઉભા રહેવું, એ તે વળી એનાથી ય અધિક કઠિન છે. આમનું આ દુષ્કર કાર્ય, કેઈને પણ આશ્ચર્ય ઉપજાવ્યા વિના રહે નહિ, એવું છે. આવા મહાત્માથી સ્વર્ગ તે શું, પણ મોક્ષેય જરા પણ દૂર રહી શકે નહિ. ખરેખર, કેઈ કાર્ય એવું અસાધ્ય તો છે જ નહિ, કે જેને ઉગ્ર તપથી સાધી શકાય નહિ.”