________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
જયકુંજર પક્ષે આ વિશેષણથી મુઝવણ :
જો સમજપૂર્વક વિચાર કરવામાં આવે, તા આ વિશેષણમાં ટીકાકાર મહર્ષિએ ચરિતના જે ત્રણ ગુણા કહ્યા છે, તે ત્રણેય ગુણા પ્રત્યેક જયકુંજરના ચરિતને પણ ઘટી શકે તેમ છે અને શ્રી ભગવતીજી સૂત્રને પણ ઘટી શકે તેમ છે; પણ જો સમજમાં ખામી હોય કે વિચાર કરવાની શક્તિમાં ખામી હોય, તા આ વિશેષણને જોતાં મુંઝવણમાં મૂકાઈ જવાય એ બનવાજોગ છે. એવી મુંઝવણ ઉભી થઈ જાય કે—જયકુંજરનું આચણુ અનેક પ્રકારનું કેમ હોય? એ અનેક પ્રકારનું હોય,. તે પણ એને અદ્ભુત કેમ કહેવાય ? જયકુંજરનું આચરણ અનેક પ્રકારનું હોવું જોઇએ, તે પાછું અદ્ભુતેય હોવું જોઇએ અને નાનાવિધ ને અદ્ભુત એવું તે આચરણ શ્રેષ્ઠ પણ હોવું જોઇએ, એ મને જ શી રીતિએ ? આવી મુંઝવણ ઉભી થઈ જવા પામે અને પછી જ્યારે વાંચનાર પેાતાની સમજશક્તિની ખામીને લીધે અને વિચારશક્તિની ખામીને લીધે એ મુંઝવણને નિકાલ લાવવામાં નિષ્ફલ નિવડે, ત્યારે એ જેમ ફાવે તેમ ગેાઠવીને અર્થ કરવાને મથે અને એથી એમાં ઘણા લેાચા વાળવા પડે. પછી જયકુંજરનું ચરિત અનેક પ્રકારનું છે, એ વાતને અદલીને ઘણા જયકુંજરાનાં ચરિત્રાની અપેક્ષા લે અને એમ અનેક પ્રકાશને વર્ણવે. એમ કરીને પણ આચરણની અદ્ભુતતા બતાવતાં મુંઝાય, એટલે કાઈ કાઈ હાથીએ અદ્ભુત આચરણ કરેલ હોય છે, એવી કાઈ વાત ઉપર એને. જવું પડે. પછી શ્રેષ્ઠતા બતાવવામાં પણ એવું જ કાંઈક કહે . કે–સામાન્ય હોય તે તે પણ શ્રેષ્ઠ આચરણ કહેવાય.
૨૫૭૨