________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૩૯ આજ્ઞા.” આ પ્રમાણે કૃણિકને કહીને, તે બન્ને પિતાના નિવાસે ગયા અને પિતાના નિવાસે જઈને તેઓ “હવે શું કરવું?”
તેને વિચાર કરવા લાગ્યા. શ્રી હલ-વિહલને પહેલાં એ વિચાર આવ્યો તે ખરે કે-“કૂણિકને આ અભિપ્રાય સારે નથી” પણ તરત જ તેમણે વિચાર કર્યો કે “આપણે આ વિચાર કરવાનું પ્રયોજન જ શું છે?” મમત્વ મન્દ બને ને મરે એવું કરો:
શ્રી હલ-વિહલ ઉત્તમ આત્માઓ છે, માટે જ તેમને આવો વિચાર આવે છે. “કૃણિકને અભિપ્રાય સારે નથી” એ વિચાર કરવાનું પણ તેમને ગમતું નથી. એ ઉપરથી તમને સમજાય છે ને કે-કૃણિકે હાથી વિગેરેને આપી દેવાનું કહ્યું, તે છતાં પણ તેમને કૂણિક પ્રત્યે ક્રોધને ભાવ નહિ આવ્યો હેય? જેમ જેની મમતા જોરદાર હોય છે, તેમ તેના ઉપરની વ્યાપ વધારે કોઇ ઉપજાવે છે. શ્રી હલ્લ-વિહલના હૈયે સેચનક હાથી આદિની મમતા સર્વથા નહેતી –એમ તે નહિ જ, પરંતુ એ મમતા એવી નહોતી કે એ બધાની માગણી મેટા ભાઈ કરે, એથી મોટા ભાઈ પ્રત્યે એમને ગુસ્સો આવે. આ વાત પણ તમારે માટે ઘણું ઉપયેગી છે. તમને ધનાદિક પ્રત્યે મમત્વ તે છે, પણ એ મમત્વ તમને તમારા વડિલે, બધુજને અથવા તો પુત્રાદિ પરિવાર પ્રત્યે અને આગળ વધીને કહીએ તો અન્ય કોઈ પ્રત્યે પણ દુર્ભાવને પેદા કરનારૂં બને નહિ, એની તો તમારે ખાસ કાળજી રાખવી જોઈએ. એવી કાળજી રહ્યા કરે અને અવસરે પણ એમાં ખામી આવવા પામે નહિ, એ માટે “ધનાદિકનું મમત્વ