________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૪૫
કણિકના દૂતને શ્રી ચટક રાજાએ આપેલા જવાબ:
કૃણિકે નિર્ણય કરી લીધું કે-“હવે તો કઈ પણ ભોગે હાથી વિગેરે રત્ન સહિત પિતાના ભાઈઓને તેણે પાછા પકડી લાવવા જોઈએ અને તેમ નહિ, તો છેવટ હલ્લ-વિહલ્લ જે ચાર રત્નોને લઈ ગયા છે, તે રનોને તે અવશ્ય પાછાં મેળવવાં જોઈએ.”
આ નિર્ણય કરીને, રાજા કૃણિકે પિતાના દૂતને સમજાવીને તૈયાર કર્યો અને વૈશાલી નગરીએ ચેટક રાજાની પાસે મેક. એ દૂત વૈશાલી નગરીએ પહોંચીને, શ્રી ચેટક રાજાની સભામાં ગયે. સભામાં જઈને તે દૂત શ્રી ચેટક રાજાને પ્રણામ કરીને ગ્ય આસને બેઠે અને તે પછી તેણે સભ્યતાથી શ્રી ચટક રાજાને કહ્યું કે-“હલ્લ અને વિહલ્લ નામના રાજકુમારે હાથી વિગેરે રત્નોને લઈને અહીં ભાગી આવ્યા છે, તે આપ તે બન્ને કુમારને એ રત્ન સહિત રાજા કૃણિકને સોંપી દે ! જે આપ એ બને કુમારને રત્ન સહિત રાજા કૃણિકને નહિ ફેંપી દે, તે આપને રાજ્યભ્રષ્ટ કરી દેવામાં આવશે, પરંતુ એક ખીલીને માટે આખા દેવકુલને વંશ થવા દે, એ આપને માટે એગ્ય નથી.”
કૃણિકના દૂતે કહેલી વાતને સાંભળીને, શ્રી ચેટક રાજાએ તેને જવાબ આપતાં કહ્યું કે-“શરણે આવેલાને આપી દે નહિ, એ તે સામાન્ય નિયમ છે; જ્યારે આ બને તો, મારી પુત્રીના દીકરાઓ છે, એથી આ બને મને પુત્રના જેવા પ્રિય છે; તેમ જ આ પાછા મારા ઉપરના વિશ્વાસે અહીં આવેલા છે, એટલે આમને હું સોંપી દઉં, એ મારાથી