________________
४८०
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને બહુમાન થયું. આથી તે ભિલ્લ રેજ એ મૂર્તિને નમવાને અને પૂજવાને આવવા લાગ્યું, પણ તે કરતો શું, એ જાણવા જેવું છે. તે આવતો ત્યારે એક હાથમાં ધનુષ્ય અને બીજા હાથમાં બાણોને સમૂહ લઈને ત્યાં આવતો. તે આવીને, પિતાના બને ય હાથે રેકાએલા હેવાથી, પિતાના પગ વડે જ પિલા બ્રાહ્મણે કરેલી પૂજાને દૂર કરી નાખતો હતો. પછી મેંઢાથી કોગળા કરવા દ્વારા મૂતિને પાણી છાંટીને તે જિલ્લા મૂર્તિને બિલ્વપત્ર ચઢાવતો હતો.
મૂર્તિના અધિષ્ઠાયક વ્યતરે જાણ્યું કે-આ મૂર્ખ હેવાથી આને વિનય આવડતો નથી, પણ આના હૃદયમાં બહુમાન રહેલું છે. આથી તે ભિલ ઉપર પ્રસન્ન થયે. તેણે જાણે શિવની મૂર્તિ જ ખૂદ વાત કરી રહી હોય, તેમ તેની સાથે રેજ વાતચીત કરવા માંડી અને એમાં તે રોજ ભિલને કુશલતા વગેરે પૂછતે.
એક દિવસ, પેલા બ્રાહ્મણે ભિલની સાથે વાત કરતી શિવમૂર્તિને જોઈ. એથી તેણે રોષે ભરાઈને શિવને ૫કે આપતાં કહ્યું કે “તમે નીચની સાથે આવી રીતિએ વાત કરે છે, માટે તમે પણ નીચ છે.” - ચન્તરે શિવમૂર્તિ જવાબ દેતી હોય તેમ જણાવ્યું કે–એને મારે વિષે અતિશય દઢ અનુરાગ છે. કાલે સવારે તું તે જોઈ અને જાણી શકીશ.”
બ્રાહ્મણ તો તે દિવસે અવગણના કરીને ચાલ્યા ગયે. બીજે દિવસે જ્યારે તે પાછો આવ્યા, ત્યારે એ શિવમૂર્તિનું એક ચક્ષુ ઉખડી ગયેલું તેણે દીઠું. એથી તેને જરા ખેદ તે થ, પણ તેણે કાંઈ કર્યું નહિ. બેસી રહ્યો.