________________
૧૨૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કૃણિકને વેરભાવ પૂર્વભવથી જ હતું ?
પ્રશ્ન- કૃણિકને પિતાના પિતા પ્રત્યે આટલે બધે. વેરભાવ થઈ જવાનું કારણ શું ?
એક તો પૂર્વભવનું વૈર હતું અને આ ભવમાં પણ ગેરસમજે થવા પામી હતી. કૃણિક જ્યારે ગર્ભમાં હતા, ત્યારે તેની માતા ચલ્લણદેવીને, પિતાના પતિના માંસને ખાવાને દેહદ ઉત્પન્ન થયું હતું. એ ઉપરથી, એ સમજી ગઈ હતી કે ગર્ભસ્થ. જીવ, તેના પિતાને વૈરી પાકવાને છે. કૃણિકના જીવને શ્રી શ્રેણિકના જીવ પ્રત્યે વૈરભાવ હતું, પરંતુ શ્રી શ્રેણિકના જીવને કૃણિકના જીવ પ્રત્યે વૈરભાવ નહિ હતું. જે તેઓને પરસ્પર વૈરભાવ હોત, તો શ્રી અભયકુમારની બુદ્ધિનો ઉપયોગ કરીને પણ શ્રી શ્રેણિકે ચેલ્લણદેવીના દેહદને પૂર્ણ કર્યો, તે કદાચ પૂર્ણ કર્યો ન હોત અને દેહદ પૂર્ણ કર્યો હોત, તો પણ શ્રી શ્રેણિકે જે રીતિએ કૃણિકના જીવનનું રક્ષણ કર્યું, તે રીતિએ કદાચ તેનું રક્ષણ કર્યું ન હેત. પિતાના વૈરભાવના કારણે, કૃણિકને જે કાંઈ પણ પ્રતિકૂળ લાગતું, તે પ્રતિકૂળ તેના પિતા શ્રી શ્રેણિક જ કરાવે છે એમ લાગતું હતું. જેમ કેચેલુણાદેવીના મનને ખાત્રી જ હતી કે-મારે આ પુત્ર એના પિતાને વૈરી જ પાક્યો છે, એટલે જ તે શ્રી હલ્લવિહલ્લને જ્યારે ખાંડના લાડુ એકલતી હતી, ત્યારે કૂણિકને તે ગેળના લાડુ મેકલતી હતી. શ્રી શ્રેણિકને આની કાંઈ જ ખબર નહતી, પરંતુ પૂર્વભવના વૈરભાવના સંસ્કારને લીધે, કૂણિક તો એમ જ માનતો હતો કે આ ભેદભાવ મારા પિતા જ કરાવે છે. વિરભાવના કારણે, ભલા માટેની ચીજ પણ ભુંડા માટેની લાગે, એ સ્વાભાવિક છે..