SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના ૩૫૩: નથી, ખરાબ લક્ષ્યના જેને આગ્રહ નથી, એવેા જીવ ચરણકરણાનુયાગના પ્રતાપે, નિર્મલતાને પામતે પામતે પરિપૂર્ણ નિર્મલતાને પામી શકે છે. વિશેષ જ્ઞાનથી રહિત એવા પણ જીવને, જો તેનું લક્ષ્ય સારૂં હોય છે, તેા ચરણુ–કરણાનુયાગ પરમ ઉપકારનું કારણ બની જાય છે. જ્ઞાનીએ પણ ચરણકરણાનુયાગના આર્લૅનને ગ્રહણ કરીને જ તરવાનું છે. કાઈ જ્ઞાની ચરણ–કરણાનુયાગના આણંખન વિના તરી શકયો નથી. એટલે સામાન્ય પ્રકારના પણ સાચા જ્ઞાનવાળા, જો ચરણ–કરણાનુયાગમાં ખરાખર સુસ્થિર બની જાય, તે એને નિસ્તાર થયા વિના રહેતા જ નથી. સુતિ બનવાની ભાવના છે? માષતુષ નામે ઓળખતા મુનિવરની આપણે વાત કરી ગયા છીએ. જેમને મા' અને ‘મારુષ” એટલું પણ યાદ રહી શકે નહિ, એવા મુનિ કેવલજ્ઞાનને પામ્યા, તે પ્રતાપ કાના ? એમના લક્ષ્યમાં ખામી જરા ય નહેાતી, પણ ચરણકરણાનુયાગની સહાયતા વિના, એ કેવલજ્ઞાનને પામી શકત ખરા ? એક માત્ર ચરણ–કરણાનુયાગના આલમ્બનને મજભૂતપણે પડી રહીને, એ મહામુનિ ચારેય અનુયાગાને પામી ગયા. આથી જ, જ્ઞાનીઓએ કહ્યું છે કે—અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન હાય, અધિક જ્ઞાન ન પણ હોય, તેા ય મુનિપણું હેાઈ શકે; પણ ચરણ–કરણાનુયાગ વિના મુનિપણું હોઈ શકે નહિ. તમે આજે ભલે મુનિ નથી, પણ તમારી ભાવના તે મુનિ અનવાની હોવી જ જોઈ એ. મુનિપણાના પાલનમાં શારીરિક નખળાઈનું મહાનું કાઢનારાઓએ મહુ વિચારવા જેવું છે. શરીર તા
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy