SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૧૭૫ પ્રેમ જ્ઞાનને નથી, પ્રેમ ધનસંપત્તિનો છે, એ તમને સમજાય છે? જ્ઞાનના અભાવે પતિની સમૃદ્ધિ ગઈ અને છોકરે જ્ઞાની હેય તે પતિના જેવી સમૃદ્ધિઓ પુનઃ મેળવી શકે, આ જ વિચારથી માતાની પુત્રને ભણતર માટેની પ્રેરણું છે ને? આન, જ્ઞાન પ્રેમના નામે વખણાય ? જ્ઞાનોદ્યોતને માટે આ પ્રયત્ન છે, એમ કહેવાય? કહે કે-નહિ જ. એમ, આજે ઘણું લેકે જ્ઞાનની, ભણતરની વાતો કરે છે, પરંતુ એમાં મેટે ભાગ આ યશા નામની બ્રાહ્મણી જેવી મનોવૃત્તિવાળે છે. દેવું જ્ઞાનનું નામ અને પિષ ધનપ્રેમને, પદ્ગલિક પદાર્થોના પ્રેમને, એવું જે સમજપૂર્વક એટલે ઈરાદાપૂર્વક કરાતું હોય, તો એ પણ છેતરપીંડી જ છે. આપણા સમાજમાં ય આજે આવા પ્રકારની છેતરપીંડી ચાલી રહી છે. શાસ્ત્રોમાં જ્ઞાનની મહત્તાને વર્ણવતાં જે જે વાક્યો આદિ હોય, તેને આગળ ધરવાં અને શાસ્ત્રોના સાચા જ્ઞાન પ્રત્યે જ અભાવ જન્માવે એવા ભણતરને માટે, એ વાક્યોથી દોરવાઈ જઈને જે લોકેએ નાણાં આપ્યાં હોય, તેમનાં નાણાને ઉપયોગ કરે, એ શું વ્યાજબી ગણાય ? તમે સંસારમાં બેઠા છે અને સંસારમાં તમારે ઘણું ઘણું નહિ કરવા જેવું ય કરવું પડે છે, પણ તમે એને જે ધર્મના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરો, તે એમાં તમે માત્ર અધર્મકરણના પાપને જ ઉપાર્જતા નથી, પરંતુ ધર્મદ્રોહના-ઉસૂત્રપ્રરૂપણા આદિના મહા પાપને પણ ઉપાર્જે છે; માટે અધર્મને આચર પડે તો ય કદીએને ધર્મનું રૂપક આપવાને પ્રયત્ન કરે નહિ. કપિલે ઈન્દ્રદત્ત પાસે જઈને અભ્યાસ શરૂ કર્યો? કપિલ તે માતા પાસેથી રવાના થઈને ઈન્દ્રદત્તની પાસે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy