________________
-
-
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૪૭ જ વિગેરે વ્યંજને એ અક્ષરે છે. વ્યંજન અને સ્વર કે વ્યંજન અને સ્વરો મળવાથી, જોડાવાથી, પરસ્પર સહકારી બનવાથી અર્થને વાચક, અર્થને ઘાતક શબ્દ બને છે. એ શબ્દને પદ બનાવાય છે. એટલે મૂળ શું થયું? અક્ષરે. માટે સારા શબ્દોને, સારાં પદને સારા અક્ષરેથી મંડિત કહેવાય. શબ્દ સારે બનવાથી એના અક્ષરે પણ શેનિકપણાને પામ્યા એમ કહેવાય. શ્રી ભગવતીજી સૂત્રમાં જેટલા ઉદેશાઓ છે, તે બધા ય ઉદ્દેશાઓ સારા વર્ષોથી શેનિક છે, કારણ કે-ઉદ્શાઓમાંનાં સઘળાં ય વાક્યો અગર પદે શેનિક છે, તેથી પરંપરાએ એના સઘળા ય અક્ષરે પણ શોભનિક છે. બીજા અર્થમાં જ્યકુંજર પક્ષે વિચારણા
સુવર્ણને “સેનું” એ અર્થ કરીને વિચારીએ. ઉદ્દેશકને અર્થ શિરોભાગ એવો કરીએ, તે ય વાંધો નથી. તમે કદાચ દેશી રાજ્યમાં હાથીના શિરોભાગને સોનાના આભૂષણથી મંડિત કરાએલે જો હશે. કેટલેક સ્થલે સોનાનું ગળાકારયુક્ત ત્રિકેણ આભૂષણ હાથીના શિરેભાગ ઉપર ચઢાવાય છે, તે કેટલેક સ્થલે સેનાને પટ્ટો હાથીના શિરેભાગે બાંધવામાં આવે છે. પરંતુ અહીં ઉદ્દેશક શબ્દને માત્ર શિરોભાગ એ અર્થ નહિ લેતાં, ઉદ્દેશક એટલે અવય એવો અર્થ લે, એ વધારે ઉપયુક્ત લાગે છે. એનું કારણ એ છે કે-હાથીના માત્ર શિરેભાગને જ સોનાનાં આભૂષણથી મંડિત કરાતો નથી, પરંતુ એના ચારેય પગે, પિઠને ભાગ, કુંભસ્થલ, કાને, એ વિગેરેને પણ સોનાનાં કે સુવર્ણવર્ણ વિવિધ આભૂષણેથી મંડિત કરાય છે. વળી, શ્રી