________________
૫૦૪,
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
પ્રતિપાદન કરવામાં આવેલું છે, એ આ વિશેષણને પરમાર્થ છે. ઉત્સર્ગનું ને અપવાદનું સ્થાન નક્કી કરવામાં કુશલતા જોઈએ:
ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ,એ બને માર્ગો દેખીતી રીતિએ એક-બીજાથી વિરોધી માર્ગો હોય છે, પરંતુ શ્રી જૈન શાસનની આ પણ એક ખૂબી છે કે-એ બને ય માર્ગોને યથાસ્થાને યેજીને, સમાન ફલને પેદા કરવાની શક્તિવાળા બનાવી દીધેલા છે. ઉત્સર્ગ એ પણ એક મેક્ષમાર્ગ છે અને અપવાદ એ પણ એક મેક્ષમાર્ગ છે”—આવું સમજીને, “જેને જે માર્ગે ચાલવું ફાવે તેણે તે માર્ગે ચાલવું અને એ બેમાંથી ગમે તે માર્ગે ચાલવામાં આવે તો પણ મેક્ષ મળે –આવું સમજવાનું નથી. “ઉત્સર્ગ એ મુખ્ય માર્ગ છે અને અપવાદ એ ગૌણ માર્ગ છે –એમ પણ સમજવાનું નથી. “ઉત્સર્ગમાર્ગમાં ઘણું તાકાત છે અને અપવાદમાર્ગમાં તેટલી તાકાત નથી.”—એવું પણ માની લેવાનું નથી. ઉત્સર્ગ જેમ પિતાના સ્થાને બલવાન છે, તેમ અપવાદ પણ પિતાના સ્થાને બલવાન છે. યથાસ્થાને ઉત્સર્ગ જેમ ધ્યેયસાધક છે, તેમ અપવાદ પણ જે યથાસ્થાને હોય તો યેયસાધક જ છે. પરંતુ કયે સ્થાને ઉત્સર્ગની પ્રધાનતા છે અને કયે સ્થાને અપવાદની પ્રધાનતા છે એને નિર્ણય કરવામાં ઘણું જ કુશળતા જોઈએ. ઉત્સર્ગના સ્થાને અપવાદના સેવનમાં આરાધના નહિ પણ વિરાધના અને અપવાદના સ્થાને ઉત્સર્ગના સેવનમાં આરાધના નહિ પણ વિરાધના. એટલે ઉત્સર્ગનું સ્થાન કર્યું અને અપવાદનું સ્થાન કયું—એને નિર્ણય કરવામાં ભારે કુશળતા જોઈએ; માર્ગનું સુન્દર જ્ઞાન જોઈએ, તેમ સૂક્ષ્મ બુદ્ધિ પણ જોઈએ.