________________
૧૬૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાત
છે, પરન્તુ પ્રસ્તુત વાત જે પદપદ્ધતિના લાલિત્ય દ્વારા મનનું રંજન થવાની છે, તેવા પ્રકારનું મનેારંજન તેા માત્ર · વિદ્વાન અને અધિકારસંપન્ન’ હાવાથી પ્રબુદ્ધ એવા મુનિજનાને માટે અનામત રહેલું છે, એમ કહ્યા વિના ચાલી શકે એવું છે જ નહિ. જોડકણાંની પદ્ધતિમાં લાલિત્ય :
શ્રી સિદ્ધસેન દિવાકર ખાલી રહ્યા, એટલે ગુરૂ મહારાજાએ ખેલવા માંડ્યું. ગુરૂ મહારાજા પણ જેવા—તેવા વિદ્વાન નહિ હતા. વિદ્વાનોની સભામાં પણ શ્રી સિદ્ધસેન દિવાકરને હંફાવે અને હરાવે એવા હતા. આમ છતાં પણ, એ એવા વિચક્ષણ હતા કે–ભેંસ આગળ ભાગવત કરવા જેવા પ્રસંગને ઉભે થવા દે જ નહિ. શ્રોતાઓને સમજાય તેવું અને સમજાય તેવી રીતિએ હિતકારી વચન ખેલવાને એ ટેવાએલા હતા. આથી તેમણે ગામડીયા ભાષામાં ખેલવાનું શરૂ કર્યું. સાંભળનારા ગામડીયાએને ઝટ સમજાઈ જાય, સમજાઇ જાય— એટલું જ નહિ પણ ઝટ ગળે ઉતરી જાય, એવી ભાષામાં તેમણે હિતેાપદેશ આપવા માંડ્યો. એમાં પણ જે પદ્મપદ્ધતિ હતી, તે શ્રવણમધુર હતી, લલિત હતી. શબ્દોનાં પદોને એવા ક્રમે ગાઢવીને એ ખેલતા હતા, કે જેથી સાંભળનારા ગામડીયાએને એમનું બેલવું માત્ર ઉપદેશ તરીકે જ ગમ્યું એમ નહિ, પણ સાંભળતાં ય બહુ આનંદ આવે એવું આ એલે છે, એમ એ ગામડીયાએને લાગ્યું. એમનાં જોડકણાંની પદ્ધતિમાં રહેલા એ લાલિત્યના એ પ્રભાવ હતા. લાલત પદ્ધતિના વિષયમાં શ્રી કપિલ કેવજ્ઞલાનીનું ઉદાહરણ : આ ઉપરથી તમે સમજી શકયા હશે કે જે પદ્ધતિ