________________
૫૩૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો છે અને પર્યાયસ્વરૂપે અનિત્ય પણ છે, એટલે કથંચિત્ નિત્ય, કથંચિત્ અનિત્ય, એમ સમજવું જોઈએ. બીજાં દર્શનેમાં
આ વસ્તુઓની મોટી ખામી છે. નિત્ય કહે એટલે “સર્વથા નિત્ય જ છે અને કોઈ પણ પ્રકારે અનિત્ય છે જ નહિ”એમ કહે અને અનિત્ય કહે એટલે “સર્વથા અનિત્ય જ છે અને કઈ પણ પ્રકારે નિત્ય નથી જ”—એમ કહે, એવી સ્થિતિ ઈતિરે સર્વ દર્શનેની છે. આપણે કહીએ કે–આત્મા સર્વ કાળે કાયમને કાયમ રહે છે, માટે નિત્ય પણ ખરે અને આત્મા શરીરાદિની લે-મૂક કર્યા કરે છે એ અપેક્ષાએ આત્મા અનિત્ય પણ ખરે. પર્યાયી કાયમને કાયમ રહે છે, માટે નિત્યત્વ કહેવાય અને પર્યાવીના પર્યાય બદલાયા કરે છે, માટે અનિત્યત્વ કહેવાય. સ્યાદ્વાદને અવલંબીને જ આ વાત કહી શકાય. નિત્ય કહીએ ત્યારે ય સાચા અને અનિત્ય કહીએ ત્યારે ય સાચા, સ્યાદ્વાદથી જ કરાય.
૨૪–હેતુઓ રૂપી શસ્ત્રો :
હેતુઓ રૂ૫ શસ્ત્રોથી સહિત
હવે બાવીસમું વિશેષણ બાવીસમા વિશેષણ તરીકે ટિીકાકાર મહર્ષિ ફરમાવે છે કે