________________
૧૩૬
શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને
ભાઈએ સેચનક હાથી ઉપર બેસીને ફરવાને નીકળેલા. તે વખતે તેમણે દિવ્ય કુંડલાને, દિવ્ય વસ્રાને તથા દિવ્ય હારને પણ ધારણ કરેલ. એથી, એ બન્ને ય જાણે પૃથ્વી ઉપર દેવા જ કુમાર રૂપ ધરીને ઉતરી આવ્યા હાય, એવા શાભતા હતા.
એ રીતિએ સેચનક હાથી ઉપર આરૂઢ થઇને ક્રૂરતા તે અન્ને દેવોને કૃણિકની રાણી પદ્માવતીએ જોયા. દેવરાને સુખે ફરતા જોઇને આનન્દ પામવાને બદલે, રાણી પદ્માવતીને જૂદા જ વિચાર આવ્યેા. એના હૈયામાં ઈર્ષ્યાભાવ પ્રગટ્યો.
એને એમ થઈ ગયું કે—આવા હાથીને, આવાં કુંડલાને, આવાં વસ્ત્રાને અને આવા હારને ચેાગ્ય તા મારા પતિ છે. મારા પતિ રાજ્યના સ્વામી ભલે રહ્યા, પણ આ હાથી વિગેરે વિનાનું મારા પતિનું રાજ્ય, એ તા નેત્રા વિનાના માંઢા જેવું છે.’ આવા વિચાર આવ્યા તે આવ્યા, પણ પાછા એને રાણી પદ્માવતીએ દાબી દીધા નહિ અને રાણી પદ્માવતીના એ વિચારે જોર પકડયું.
રાણી પદ્માવતીએ, શ્રી હુલ્લ—વિઠ્ઠલ્લની પાસેથી એ હાથી, હાર, કુંડલ અને વસ્ત્ર લઈ લેવાનું, પેાતાના પતિને કહ્યું. માત્ર કહ્યું એમ જ નહિ, પણ એ માટે આગ્રહ પણ કર્યાં.
એ વખતે, રાજા કૂણિકે તેણીને કહ્યું પણ ખરૂં કે—હુલ્લ -વિહલ્લને પિતાએ જે આપ્યું છે, તે મારે પાછું લઈ લેવું એ ચેાગ્ય નથી; વળી, પિતા સ્વર્ગમાં ગયા પછીથી તા, આ અન્ને ય ભાઇએ મારે માટે વિશેષ પ્રસાદ કરવાને ચેાગ્ય છે.’
કૃણિકના અન્તઃકરણમાં, અત્યારે તા પિતા પ્રત્યે સદભાવ પ્રગટેલા હતા ને? જો પહેલાંની વાત હેાત, તે તે કદાચ કૃણિક કાંઈક જૂદો જ વિચાર કરત, પણ અત્યારે તેના હૈયામાં