________________
*૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
આમાં આશાતના નથી:
આ રીતિએ નમસ્કાર કરવામાં, શ્રી ગૌતમસ્વામીજી આદિની આશાતના થાય છે—એવું કાંઈ છે જ નહિ. જેમ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કર્યા—એથી ભગવાન શ્રી ઋષભદેવસ્વામીજી આદિ ભગવાનેાની આશાતના થઈ–એમ કહેવાય નહિ, તેમ શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર ક–એથી શ્રી ગૌતમસ્વામીજી આદિની આશાતના થઈ એમ કહેવાય નહિ; કારણ કે–ભગવાન શ્રી ઋષભદેવસ્વામીજી આદિને નમસ્કાર નહિ કરવા અગર તે ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી આદિને નમસ્કાર નહિ કરવા–એવું પણ, ટીકાકાર મહિષના હૈયામાં હતું નહિ અને ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કરવા દ્વારા તેમના કરતાં ભગવાન શ્રી ઋષભદેવસ્વામીજી આદિને અગર તે ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર કરવા દ્વારા ગણુધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી આદિને હીન બતાવવા, એવું પણ ટીકાકાર મહિષના હૈયામાં હતું નહિ. જે ગુણેાથી સર્વે સમાનપણે સમ્પન્ન હાય, તે જ ગુણ્ણાને આગળ ધરીને, ‘અમુક વિશેષ જ હતા’ અથવા ‘અમુક જ વિશેષ હતા ’–એમ કહેવાય, તા તા ત્યાં કહેવું પડે કે—આશાતના છે. એમાં ભલે એકની પ્રશંસા રહી, પણ એમાં એકની પ્રશંસાના નામે અન્યની આશાતના છે, એમ કહેવું પડે; પણ આમાં તે એવું કાંઈ છે જ નહિ.
આ તા જે કાર્ય પ્રસ્તુત છે, તે કાર્યના જેમની જેમની સાથે વધુમાં વધુ સમ્બન્ધ છે, એ સમ્બન્ધને લક્ષ્યમાં લઇને, તેમને તેમને યથાસ્થાને નમસ્કાર કરાયા છે.