SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો ૪૨૪ મબિન્દુ દૃષ્ટાન્તને ઉપનય ઃ આ થયું દૃષ્ટાન્ત. હવે આને ઉપનય જૂઓ. ઉપનય પછી નિગમન આવે. ઉપનય કર્યા વિના નિગમન કરે, તે તે સ્થાને ગણાય નહિ. આ દૃષ્ટાન્તના ઉપનય કરતાં ઉપકારી મહાપુરૂષા ફરમાવે છે કે જે પુરૂષ કહ્યો, તેને સ્થાને સંસારી જીવ સમજવા; જે મહા અટવી કહી, તેને સ્થાને ચતુર્ગતિ રૂપ સંસાર સમજવા; જે હાથી કહ્યો, તેને સ્થાને મૃત્યુને સમજવું; જે કુવા કહ્યો, તેને સ્થાને મનુષ્યજન્મને સમજવા; જે અજગર કહ્યો, તેને સ્થાને નરક સમજવી; જે ચાર સર્વાં કહ્યા, તેને સ્થાને ક્રોધ, માન, માયા અને લાભ રૂપ ચાર કષાયા સમજવા; વડવૃક્ષની જે ડાળ કહી, તેના સ્થાને આયુબ્યકર્મને સમજવું; એ ડાળને છેદી રહેલા જે એ ઉંદરા કહ્યા, તેને સ્થાને ધેાળા ઉંદર તરીકે સુદી પખવાડીયાને સમજવું તથા કાળા ઉંદર તરીકે વદી પખવાડીયાને સમજવું; જે મધમાખીએ કહી, તેને સ્થાને સંસારની વિવિધ વ્યાધિઓ સમજવા; અને જે મધનું બિન્દુ કહ્યું, તેને સ્થાને વિષયજન્ય ક્ષણિક તથા અત્ય૫ એવું સંસારનું સુખ સમજવું. બધી ઘટના તેા તમે સમજી ગયા ને ? આને સ્થાને આ સમજવું ને આને સ્થાને તે સમજવું, આ બધા ઉપનય થયા. દૃષ્ટાન્તનું નિગમન : હવે આ દૃષ્ટાન્તને અંગે જે કહેવાય, તેને નિગમન કહેવાય. જે જીવ આવી રીતિએ ચારે કારથી ભયથી ઘેરાએલા હાય, તે જો બુદ્ધિમાન હાય, તેા કદી પણ વિષયજન્ય સુખમાં આસક્ત અને નહિ. એ પુરૂષને જો કાઈ દેવ અગર
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy