________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
છઠના દિવસે દેવાનંદાના ઉદરમાં અવતર્યો હતો. એ દિવસથી માંડીને, બરાબર નવ માસ અને સાડા સાત દિવસે ગયે છતે, એટલે ચિત્ર મહિનાની સુદી તેરસના દિવસે પણ મધ્યરાત્રિના સમયે, એ આત્મા શ્રીમતી ત્રિશલા માતાના ઉદરમાંથી બહાર આવ્યું, એટલે કે-જન્મને પામ્યો. એ પછી, બારમા દિવસે, એટલે મારવાડી ગણત્રી અનુસાર વૈશાખ વદી અને ગૂજરાતી ગણત્રી અનુસાર ચિત્ર વદી દશમના દિને ભગવાનને નામકરણ મહોત્સવ કરવામાં આવ્યો.
એ દિવસે, પિતાના કૌટુમ્બિક જનને તથા ક્ષત્રિયકુંડ નગરના પ્રધાન સ્નેહી જનેને પણ શ્રી સિદ્ધાર્થ રાજાએ આમંચ્યા હતા. તેમને શ્રી સિદ્ધાર્થ રાજાએ પરમ આદરપૂર્વક ભજન કરાવ્યું હતું અને ભેજન કરાવ્યા બાદ તેમને સત્કાર કરીને તેમને બેસાડ્યા હતા.
એ વખતે શ્રી સિદ્ધાર્થ રાજાએ એ લેકની સમક્ષ જાહેર કર્યું હતું કે-“હે પ્રધાન અને ! જે દિવસથી આ કુમાર દેવીના ગર્ભમાં અવતર્યો, તે દિવસથી હું હાથી, ઘોડા, ભંડાર, કેષ્ઠાગાર તથા રાજ્ય અને સુખી સ્વજન–પરિજન વડે અત્યન્ત વૃદ્ધિ પામતે આવ્યો છું; આથી, પૂર્વે પણ મને એ સંકલ્પ ઉત્પન્ન થયું હતું કે આ કુમાર જ્યારે જન્મે ત્યારે આનું વર્ધમાન એવું નામ પાડીશું! એટલે અત્યારે પણ તમારી સમક્ષ આ કુમારનું વર્ધમાન એ જ નામ હે !?
એ વખતે હાજર રહેલા શ્રી સિદ્ધાર્થ રાજાના કૌટુમ્બિક જને અને પ્રધાન નેહી જનોએ પણ, શ્રી સિદ્ધાર્થ રાજાના કુમારનું વર્ધમાન એવું નામ રાખવાના પ્રસ્તાવને, ખૂબ આનન્દથી વધાવી લીધો હતો.