________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૪૯ એ માટે નાડિકા જેવી વૃત્તિ જોઈએ. ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે-મુનિઓ રૂપી દ્ધાઓ અનાબાધપણે આ સૂત્રના અધિગમને પામી શકે, એ માટે હું આ વૃત્તિ રૂપી નાડિકાની રચના કરવાનું શરૂ કરું છું. મુનિ રૂપી યોદ્ધાઓ :
મુનિઓ, એ દ્ધાઓ છે. શ્રી જૈન શાસનમાં, યોદ્ધા તરીકેનું પદ, સાચી રીતિએ મુનિઓને જ ઘટી શકે છે. મુનિઓ, બીજી સઘળી ય પ્રવૃત્તિઓને તજી દઈને, કર્મશત્રુને ખાળવાની અને કર્મશત્રુને સંહાર કરવાની પ્રવૃત્તિ કરવાની પ્રતિજ્ઞા કરી ચૂકેલા હોય છે. નવાં કર્મોને આવતાં અટકાવવાં અને પ્રાચીન કર્મોને ક્ષીણ કરી નાખવાં, એ જ એક લક્ષ્યને અનુલક્ષીને, તેને જ અનુસરતી પ્રવૃત્તિ કરવાની અને તેનાથી વિરૂદ્ધ એવી કોઈ પણ પ્રવૃત્તિને નહિ કરવાની જેમણે મહા પ્રતિજ્ઞા લીધી છે, તેઓ જ શ્રી જૈન શાસનમાં મુનિ મનાય છે અને તે રીતિએ પ્રવર્તનારાઓ જ મુનિપદને ઉજવલ કરવા દ્વારા, પોતાના આત્માને ઉજવલ કરે છે અને અને કેના આત્માઓના ઉજવલપણામાં નિમિત્ત બને છે. સંસારના ગમે તેવા ભડવીર દ્ધાઓ પણ, આ યોદ્ધાઓની પાસે તુચ્છ છે. સમરાંગણમાં શૂરવીરતાથી સલામતપણે શત્રુઓને સંહારવાની સર્વોત્કૃષ્ટ શક્તિ ધરાવનારા પણ દુનિયાના યોદ્ધાઓ, કામાદિ આન્તર શત્રુઓથી પરાજિત બનેલા હોય છે, જયારે મુનિ રૂપી દ્ધાઓ બાહા શત્રુઓને ક્ષમાદિથી જીતનારા અને આન્તર શત્રુઓને પણ ક્ષમાદિ દશવિધ ધર્મથી પરાજિત કરનારા હોય છે. આવા મુનિઓ રૂપી દ્ધાઓને, સહાય,
૩૫