________________
૫૫૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
એમ એ મહાપુરૂષ જાહેર કરે છે. મહાપુરૂષે આવું જાહેર કરે, તેમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. જે શાસનમાં, ત્રિપદી માત્રને પામીને ચૌદ પૂર્વે સહિત દ્વાદશાંગીની રચના કરનારા અને તે પણ માત્ર પોતાની જ મતિથી રચના કરનારા ગણધરભગવાને પણ એમ જ કહેતા હોય કે ભગવાને કહેલું અમે કહીએ છીએ.” તે શાસનમાં થયેલા અને તે શાસનના મર્મને સારી રીતિએ પામેલા મહાપુરૂષે, “અમે પૂર્વના મહાપુરૂ
એ કહેલું જ કહીએ છીએ.”—એમ કહે, એમાં આશ્ચર્ય પામવા જેવું છે જ શું? આશ્ચર્ય તો ત્યારે પામવાનું હોય, કે જ્યારે તે ભગવાનના નામને કે મહાપુરૂષના નામને ઓળવે. આપણે ત્યાં, શ્રી જૈન શાસનમાં સ્વતન્ત્રપણે આચરવાનો અધિકાર છએ પ્રકારના અતિશયજ્ઞાનિઓને છે. તેમની ગ્યતાને લઈને તેમને આ શાસને તે પ્રકારનો અધિકાર આપે છે, પરંતુ સ્વતન્ત્રપણે માર્ગનું નિરૂપણ કરવાનો અધિકાર તે એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ છે. શ્રી જૈન શાસનને પામેલા બીજા સર્વે તે ભગવાનના નામે જ કહે ભગવાને કહેલું કહેવાને જ આગ્રહ રાખે ભગવાને ન કહ્યું હોય તેવું જે કહેવાઈ જાય અને તેની ખબર પડી જાય, તો તેને મહા પાપ થઈ ગયું એમ માને, ભગવાને ન કહ્યું હોય તેવું કહેવાઈ ગયાથી મહા પાપ થયાનું માનીને, તે પાપથી છૂટવાને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલા માટે તે, મહાપુરૂષો પોતાના રચેલા ગ્રન્થને અન્ત લખી દે છે કે-અજાણતાં, ઉપગશન્યતાદિથી જે એક પણ વચન ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ લખાઈ ગયું હોય, તો મિચ્છા મિ દુક્કડં દઈએ છીએ.”—એટલું જ નહિ, પણ તેઓ એવું કોઈ વચન આવી ગયેલું જણાય, તે તે વચનને સુધારી