________________
૫૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન મહારાજાના સમયમાં, આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકા અને ચૂર્ણ વિદ્યમાન હતી, પરંતુ તેમની પૂર્વે થઈ ગયેલા આચાર્યભગવાન શ્રીમત્ શીલાંસૂરીશ્વરજી મહારાજાએ અગીઆરેય અંગસૂત્રે ઉપર જે બૃહદવૃત્તિઓ રચી હતી, તેમાં માત્ર પહેલાં બે અંગસૂત્રની વૃત્તિઓ સિવાયની નવ અંગસૂત્રની વૃત્તિઓ અનુપલબ્ધ બની ગઈ હતી. આથી જ, આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ નવ અંગસૂત્રો ઉપર નવ બૃહદવૃત્તિઓની રચના કરી. એ વાત, ટીકાકાર મહર્ષિએ અત્રે કરેલા ખૂલાસા ઉપરથી પણ સિદ્ધ થાય છે, કારણ કે–તેઓશ્રી કહે છે કે પૂર્વે થઈ ગયેલા મુનિઓ રૂપી શિલ્પિઓએ રચેલી વૃત્તિ અને ચૂર્ણ હાલ વિદ્યમાન તો છે જ અને તે ઘણા શ્રેષ્ઠ ગુણોએ સહિત પણ છે, પરંતુ તે પ્રમાણમાં નાની છે.” આ ખૂલાસ એવું સૂચિત કરે છે કેએ વખતે પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમત્ શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ રચેલી આ સૂત્રની બૃહદ વૃત્તિ તે ઉપલબ્ધ નહોતી જ. એટલે “આ સૂત્રની ટીકા અને ચૂર્ણ વિદ્યમાન હતી’–એવા આ ઉલ્લેખ માત્રથી, શ્રી પ્રભાવક ચરિત્રકાર મહાપુરૂષનું કથન ખોટું કરી શકતું જ નથી. જુનનવનાત”—એવા પ્રયોગનું રહસ્ય :
અત્રે એ વાત પણ લક્ષ્યમાં લેવા જેવી છે કે-ટીકાકાર મહર્ષિએ “તિના વિમુહજનવિના” એ પ્રમાણે કહ્યું છે. “Tહવેચનાત 'નહિ કહેતાં, “સુહાનવરના' એમ કહ્યું છે, એમાં રહસ્ય સમાએલું છે. આથી એટલું તે સૂચિત થાય છે કે-જે ગુરૂની પાસે તેઓ દીક્ષિત થયા હતા, તેમના આદે