________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૫૩
લેવાની સુણોને ભલામણ, વિનંતિ પણ કરે છે. શ્રી જૈન શાસનની આ પરિપાટી છે. “શ્રી જિનના વચનથી અંશે પણ વિરૂદ્ધ બોલવું એ ઉસૂત્રકથન છે અને ઉસૂત્રકથન એ મહા પાપ છે –આવું માનનાર, સદાને માટે શ્રી જિનના વચનને અનુસારે જ બલવાની જરૂર લાગે ત્યારે બોલવાની વૃત્તિવાળો હેય, એ સ્વાભાવિક છે. આથી જ, શ્રી જિનના વચ-નને અનુસારે જ બલવાની કાળજીવાળા અને શ્રી જિનના વચનને અનુસારે જ બોલી શકે એવા જ્ઞાનવાળા પૂર્વે જે મહાપુરૂ થઈ ગયા હોય, તેમનાં વચનને અનુસારે હું કહું છું-એમ જે કઈ કહે અને તે કથન જે સાચું હોય, તે આપણને તેમના કથનને સાંભળીને તેમના ઉપર ભક્તિભાવ પેદા થવા જોઈએ નહિ કે–“મીયાના ચાંદે ચાંદ જેવી વાત કરનારા છે”—એવું કહીને તેવા સુજ્ઞ જનેને અનાદર કરે જઈએ. શાસનદેવીની પ્રેરણાવાળા પ્રસંગને અંગેઃ
અત્રે પ્રસંગ છે માટે એ વાત તરફ ધ્યાન ખેંચવામાં આવે છે કે-આ સૂત્રની વાચના શરૂ થઈ, તેની નજદિકના સમયમાં, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ કોની પ્રેરણાથી નવ અંગસૂત્રની ટીકા રચી છે–એ વિષે કેટલીક વાત કહેવાઈ હતી. શાસનદેવીની પ્રેરણાને વશ બનીને, આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ નવ અંગસૂત્રોની ટીકાઓની રચના કરી, એ શ્રી પ્રભાવકચરિત્રમાં ઉલ્લેખ છે. એ ઉલ્લેખને “દન્તકથા માત્ર તરીકે એક મુનિશ્રીએ જાહેર કરેલ હેઈનેખૂલાસે કરાયો હતો કે–આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી