________________
૫૫૫
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના શથી આ વૃત્તિ રચાએલી નથી. એમના આદેશથી જે આ વૃત્તિ રચાઈ હોત, તે “ઝન' શબ્દને પ્રગ કરાયો ન હોત, તેમ જ “વચન' શબ્દના સ્થાને કેઈ સીધા જ આજ્ઞાસૂચક શબ્દનો પ્રયોગ કરાયો હત. ગુરૂ શબ્દને અર્થ વડિલ પણ થઈ શકે. ટીકાકાર મહર્ષિ તે કહે છે કે-આ ટીકાની રચના હું ગુરૂજનના વચનથી કરું છું અને મારે મન તે વચન હસ્તિનાયકના આદેશ જેવું છે. અહીં જયકુંજરની સાથે આ સૂત્રની સરખામણી કરાએલી છે, માટે “ સ્તનાયક' એવો પ્રયોગ કરાયો છે. જેમાં ભગવાનને શાસનનાયક કહેવાય છે તેમ. નિજકને નાયક કહેવાય. “સ્તિના” સાથે મારા શબ્દ વાપર્યો અને ગુહાન”ની સાથે વચન શબ્દ વાપર્યો, એટલે ‘ગુજ્ઞનવવસ્' એમ કહીને શાસનદેવી એવી મૃતદેવીના વચનની વાતને તેઓશ્રીએ ગર્ભિત રીતિએ જણાવી દીધી તથા પિતે એ વચનને ભગવદાદેશ તુલ્ય માન્યું, માટે પિતે આ શ્રી ભગવતીજી સૂત્રની રચના કરી, એવી કલ્પનાને પણ અત્રે અવકાશ પ્રાપ્ત થાય છે. ટીરચના રૂપ શિલ્પકલા :
આ બધું જણાવ્યા પછીથી, શાસ્ત્રપ્રસ્તાવનાના અન્તભાગમાં તેઓશ્રીએ જે એમ કહ્યું કે- પૂર્વે થઈ ગયેલા મુનિઓ રૂપી શિલ્પિઓના કુલમાં ઉત્પન્ન થયેલા અમારા વડે નાડિકા તુલ્ય આ વૃત્તિ શરૂ કરાય છે”—એ પણ વિશેષ ભાવની સૂચક વસ્તુ છે. શિલ્પનું કાર્ય મોટે ભાગે પરંપરાગત ચાલ્યું આવે છે. શિલ્પનું જ્ઞાન ઘણે ભાગે વારસાગત મળેલું હોય છે. વારસામાં ચાલ્યું આવતું જ્ઞાન જ બરાબર ચાલ્યું આવ્યું હોય,