________________
૫૫૬
- શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તે શિલ્પશાસ્ત્રના અભ્યાસથી જે વાતને ખ્યાલ ન આવે, તેવી પણ વાતને ખ્યાલ તેવા વારસાગત જ્ઞાનને પામેલાને હોય છે. ટીકાકાર મહર્ષિ કહે છે કે અમારું કુળ મુનિ રૂપી શિલ્પિઓનું છે. અમારું કુળ એવું છે, કે જે કુળમાં પૂર્વે ઘણા મુનિ રૂપી શિલ્પિ થયેલા છે. અહીં શિપિઓ એટલે ટીકા વિગેરેની રચના કરનારાઓ એમ સમજવાનું છે. એવા મુનિઓના કુળમાં ઉત્પન્ન થયેલા અમે છીએ, એટલે ટકાની રચના કરવા રૂપી શિલ્પકલા અમારા કુળના વારસામાં ચાલી આવેલી છે અને એથી અમને આ ટીકારચના રૂપી શિલ્પકલાનું જ્ઞાન છે, એવું પણ સૂચન તેમના આ કથનમાંથી મળી રહે છે.
આ રીતિએ ટીકાકાર મહષિએ રચેલી શાસ્ત્રપ્રસ્તાવના પૂર્ણ થાય છે. હવે તેઓશ્રી આ શ્રી પંચમાંગ સૂત્રના “વિચાહ પત્તિ” એવા નામની વ્યાખ્યા કરે છે.
सर्वमंगलमांग, सर्वकल्याणकारणम् । प्रधान सर्वधर्माणां, जैन जयति शासनम् ॥ १ ॥