________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૫૧
દોરડાંઓના અંશોનું સંઘદૃન કરવા પૂર્વક જ હું આ વૃત્તિની રચના કરવાને છું.” વળી તેઓશ્રી ફરમાવે છે કે “નાડિકા જેવી આ મેટી વૃત્તિને હું માત્ર મનસ્વિપણે રચવાને આરંભ કરતું નથી, પરંતુ સમુન્નત જયકુંજરની નાડિકાની રચના જેમ હસ્તિનાયકના આદેશથી કરાય છે, તેમ હું પણ ગુરૂજનના વચનને આધીન બનીને આ મેટી નાડિક રૂપી મેટી વૃત્તિની રચના કરવાને આરંભ કરું છું.અહીં તેઓશ્રી પિતાને માટે કહે છે કે પૂર્વ મુનિએ રૂપી જે શિલ્પિ થઈ ગયા છે, તેમના કુલમાં અમે ઉત્પન્ન થયેલા છીએ.”
સ્વતન્ત્રપણે આચરવાને હક્ક છને છે. પણ સ્વતન્ત્રપણે માર્ગપ્રરૂપણ તે ભગવાન સિવાય કંઈ કરી શકે જ નહિ
ટીકાકાર મહર્ષિએ કરેલે આ ખૂલાસો કેટલું બધું સુન્દર છે? પોતે સ્પષ્ટપણે સરલતાથી જણાવી દે છે કે-હું આ સૂત્રની ટીકાની રચના કોના આધારે કરવાનો છું. આ ખૂલાસામાં જેમ સરલતા, પ્રમાણિકતા અને નમ્રતા છે, તેમ આ ખૂલાસામાં આ વૃત્તિની પ્રમાણુસ્વરૂપતાને જાહેર કરવાની તાકાત પણ છૂપાએલી છે. વાંચનારને હેજે થાય કે-પૂર્વના સમર્થ મહાપુરૂષોએ જે કહ્યું છે, તે જ આ મહાપુરૂષે પણ કહ્યું છે અને એથી આ રચના વિશ્વસનીય છે. ટીકાકાર મહર્ષિ તે પોતાના ખૂલાસામાં કહે છે કે–વસ્તુતઃ આ રચના નથી, પણ સંઘદૃન છે. જાણે કે–સંાજન માત્ર છે. આ સૂત્રની જે ટીકા તથા ચૂર્ણ છે તેનું અને શ્રી જીવાભિગમાદિ સૂનાં જે વિવરણે છે, તેમાંથી જે જે અંશે આ સૂત્રને અંગે ઉપયોગી થાય તેવા છે, તે તે અંશોનું સંઘદૃન કરવા રૂપજ મારે આ પ્રયાસ છે,