________________
૫૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કરી શકાય, તેવા સુયોગ્ય, એટલે કે-ગણધરનામકર્મને નિકાચિત કરીને આવેલા અને ભગવાનની પાસે દીક્ષિત બનેલા આત્માઓને જ ભગવાન ગણધર પદે સ્થાપે છે. એ આત્માઓ પિતાની મતિથી દ્વાદશાંગીની રચના કરે છે. તે પછી ભગવાન અનુજ્ઞા આપે છે, માટે જ દ્વાદશાંગીની છઘસ્થ પિતાની મતિથી રચના કરેલી હોવા છતાં પણ, દ્વાદશાંગીને શ્રી અરિહન્ત પરમાત્માઓનાં જ વચને તરીકે માન્ય કરવામાં આવે છે.
૨૭–ટીકારચના અંગે સ્પષ્ટીકરણ :
ટીકાની રચનાનો હેતુ :
આ રીતિએ, સમુન્નત જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની ચાવીસ વિશેષણ દ્વારા સરખામણી કરીને, ટીકાકાર મહર્ષિ, પિતે આ સૂત્રની ટીકા રચવાને માટે કેમ ઉત્સાહિત બન્યા છે, તેનું સ્પષ્ટીકરણ કરે છે. વૃત્તિને તેઓ નાડિકા તરીકે ઓળખાવે છે. જયકુંજર ઉપર ચઢવાને માટે નાડિકા જરૂરી ગણાય છે. હાથી ઉપર ચઢવાને માટે દેરડાનું આલંબન લેવું પડે છે, તે સમુન્નત જયકુંજર ઉપર ચઢવાને માટે દેરડાનું આલંબન લેવું પડે, એમાં નવાઈ નથી. એ જ રીતિએ, શ્રી ભગવતીજી સૂત્રને સુલભતાથી બોધ થાય,