Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chandulal Jamnadas Shah

View full book text
Previous | Next

Page 580
________________ ૫૪૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને હોય, તો જ વિરામ પામવાની ભાવનાથી લાભ સંભવે. એટલે એકાન્ત નિર્જરાના અથ એવા પણ જીવને, કર્મબંધ કરાવ્યા કરવાનું કામ અવિરમણ કરે છે. આથી એ પણ જીવને શત્રુ જ છે. શ્રી ભગવતીસૂત્રનું સામર્થ્ય કોને ઉપયોગી આ ત્રણ- મિથ્યાત્વ રૂપ, અજ્ઞાન રૂપ અને અવિરમણ રૂપ-શત્રુઓના સિન્યને નાશ કરવાને માટે, શ્રીમાન મહાવીર મહારાજાએ, આ શ્રી ભગવતીજી સૂત્રને નિયુક્ત કરેલું છેએવી વાતને પોતાની શાસ્ત્રપ્રસ્તાવનામાં જણાવવા દ્વારા, ટીકાકાર મહર્ષિ એવી પ્રેરણા કરી રહ્યા છે કે–તમે આ સૂત્રનું વાંચન અને શ્રવણ આદિ પણ એ જ હેતુને લક્ષ્યમાં રાખીને કરજો. આ વાત જેઓને ગમી જાય, તેઓ કાં તે સમ્યગ્દષ્ટિ જીવે છે, કાં તો મન્દ મિથ્યાત્વવાળા છે છે. મન્દ મિથ્યાત્વવાળા છે જે સભાવથી આ સૂત્રને સાંભળે, તો તેમનું મિથ્યાત્વ ગળી જવા પામે તેમ છે; તત્વના સ્વરૂપને પણ આ સૂત્રના શ્રવણથી સુન્દર પ્રકારને બંધ થાય તેમ છે; અને પાપ માત્રથી વિરમણ પામવાની જ પ્રેરણા કર્યા કરનારું આ સૂત્ર છે. આમ આ સૂત્ર મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરમણના નાશનું સામર્થ્ય ધરાવે છે, પણ તે સામર્થ્ય જીવને માટે ત્યારે જ ઉપયોગી થાય, કે જ્યારે જીવ આ સૂત્રના શ્રવણાદિ દ્વારા, આ સૂત્રના તેવા પ્રકારના સામર્થ્યને સ્વયં ઉપભેગ કરનારે બને. એ માટે, જીવે લાયક બનવું જોઈએ. તમે લાયકાત માટે પ્રયત્નશીલ બને અને બન્યા રહે, એ જ એક શુભેચ્છા.

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592