________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૪૫,
ઉદ્યમ અવશ્ય હવે જોઈએ. સમ્યજ્ઞાન પ્રત્યેની બેદરકારી અથવા તો પ્રમાદને અંગે ઓછું લક્ષ્ય પણ શત્રુની ગરજ સારે છે. સમ્યક કૃતના જ્ઞાનમાં પ્રયત્નશીલ ઘણે અંશે બચી શકે છે.. અવિરમણ રૂપ શ૩:
સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન રૂપ ગુણે પ્રગટવા છતાં પણ, “અવિરમણ નામને ભયંકર દુશ્મન તો બેઠેલો જ છે. અવિરમણ નામના ભયંકર દુશ્મનની સાથે જીવવું પડે તો ય સાવધગીરીથી જીવવું પડે, કારણ કે–એનામાં સમ્યગ્દર્શન ગુણ અને સમ્યજ્ઞાન ગુણ આવાઈ જવા પામે, એવી બેફામ હાલતમાં આત્માને મૂકી દેવાની શક્તિ છે. આત્મા જે. ગાફીલ બની જાય, તે ગબડી પડે. આ ઉપરાન્ત, જ્યાં સુધી “અવિરમણ” નામને દુશમન જીવે છે, ત્યાં સુધી સાવધ જીવને પણ નિર્જરા સાધવામાં બહુ જ મુશ્કેલી નડે છે. હવે એને એકલી નિર્જરા સાધવી છે, પણ અવિરમણ રૂપી દુશ્મન બંધથી સર્વથા બચવા દે જ નહિ. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ગુણની સફલતા સમ્યફચારિત્રને આભારી છે, પણ જ્યાં સુધી અવિરમણ રૂપી દુશ્મન જોરમાં હોય છે, ત્યાં સુધી આત્મા સમ્યક્રચારિત્રને પામી શકતો નથી. અવિરમણ એટલે અવિરતિ. હિંસાદિક પાપથી અને કષાયથી વિરામ પામવું, એ વિરતિ, અને એનાથી વિરામ નહિ પામવું, એ અવિરતિ. હિંસાદિક પાપથી અને કષાયથી વિરામ પામ્યા કરવાની ભાવનાથી પણ લાભ થાય છે, પણ એ જ સૂચવે છે કે-હિંસાદિક પાપથી અને કષાયથી જે વિરામ પામવામાં આવે તે તેથી મહા લાભ થાય. વિરામ પામવામાં ખરે લાભ.