Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chandulal Jamnadas Shah

View full book text
Previous | Next

Page 578
________________ ૫૪૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો પનું યથાર્થ વર્ણન યથાર્થ રૂપે રૂચે, એવા પ્રકારની લાયકાત સમ્યગ્દર્શન ગુણના સુચાગે પ્રગટે છે. આ બધા ઉપરથી તમારે એ વિચારવાનું છે કે-મિથ્યાત્વ એ જીવના શત્રુપણાનું કેવું ભયંકર કાર્ય કરે છે અને એના ચેાગે જ્ઞાન પણ અજ્ઞાન રૂપે જ કામ કરીને જીવને દુષ્કર્મીના ઉપાર્જનમાં નિમિત્ત બને છે. જે જ્ઞાન કર્મક્ષયનું અને શુભ કર્મના બન્ધનું કારણ બની શકે, તે જ્ઞાન પણ મિથ્યાત્વના પ્રતાપે અજ્ઞાન રૂપ બનીને, દુષ્કર્મોના બંધનું કારણુ ખને છે; એટલું જ નહિ, પણ કાઈ જીવને એધિની પ્રાપ્તિ દુર્લભ પણ અનાવી દઈ શકે છે. સમ્યક્ શ્રુતના ઉપાર્જનની આવશ્યકતા ઃ મિથ્યાત્વના ક્ષયે પશમાદિથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યો, પણ એથી તે પૂર્વનું જે જ્ઞાન અજ્ઞાન રૂપ હતું તે સમ્યજ્ઞાન રૂપ બન્યું, પણ સમ્યક્ શ્રુતના આધ તા જોઇએ ને ? સમ્યગ્દર્શન ગુણુથી એવી પણ લાયકાત આવી કે–શ્રુત માત્રને એ પેાતાનામાં સમ્યગ્ રૂપે પરિણમાવી શકે, પણ સમ્યક્ શ્રુતનેા અભ્યાસ સમ્યગ્દર્શન ગુણને સ્થિર કરનારા અને સમ્યગ્દર્શન ગુણવાળાની ભાવનાને અમલમાં આવવામાં ખૂબ જ સહાયક અને એવા હાય છે. સમ્યગ્દર્શન ગુણને પામેલાની ભાવના કયી ? સભ્યજ્ઞાન અને સારિત્ર દ્વારા મેાક્ષને જ સાધવાની. એ સભ્યજ્ઞાનના અને સમ્યક્ચારિત્રના જ ખાસ અર્થી હોય. વળી સમ્યગ્દર્શન ગુણ ક્ષાયિક પ્રકારના ન આવે, ત્યાં સુધી એ ગુણ પાછા ન જ આવરાઈ જાય, એવું નક્કી નહિ. આપણે જોયું કે– ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્માના સમ્યગ્દર્શન ગુણ પણ આવરાઈ જવા પામ્યા હતા. એટલે સમ્યજ્ઞાનને વિષેના

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592