________________
આજે ભાગ–શાસ્પ્રસ્તાવના હેતુઓને આપવાના પ્રયત્નમાં કદી પણ પડવું જોઈએ નહિ. પહેલાં તે, શ્રોતાઓ સમક્ષ એવી એવી બાબતે મૂકવી જોઈએ, કે જે બાબતેમાં હેતુઓ આપી શકાય. એ બાબતેને વિવિધ હેતુઓ આપવા દ્વારા એવી પુષ્ટ કરવી જોઈએ, કે જેથી શ્રોતાઓને એમ લાગે કે-આ શાસન તે યુક્તિચુક્ત જ વાત કરનારું છે. એમાંથી એના હૈયામાં આજ્ઞા પ્રત્યે રૂચિ જન્મ. આજ્ઞા પ્રત્યે રૂચિ જમ્યા પછી, આજ્ઞાગ્રાહા બાબતેને માટે એમ કહેવાય કે- આ વાતો ભગવાને કહી છે માટે આમ જ છે” તે એ વાતમાં, એને ભગવાનની આજ્ઞા પ્રત્યે અરૂચિ ન થાય. એ સમજે કે-આ બાબતે જ એવી છે કે–આમાં હેતુઓ આપી શકાય નહિ. જે આ બાબતે હેતુગમ્ય હેત, તે આ બાબતને ભગવાને આજ્ઞા ગ્રાહ્ય ન જ કહી હેત, પણ હેતુઓ આપ્યા હોત. એટલે હેતુગમ્ય બાબતોમાં હેતુઓ અવશ્ય આપવા જોઈએ. હેતુગમ્ય બાબતેમાં હેતુઓ નહિ આપવા, એ તો સ્વ–પરને માટે હાનિકારક છે. હેતુઓ આપવાથી જેમ રૂચિ જન્માવી શકાય છે, તેમ હતુઓ નહિ આપવાથી શ્રોતાઓને ઉભગાવી દેવાનું પાપ પલ્લે પડી જાય છે.