________________
૨૫–શત્રસૈન્યના નાશ માટે નિયુક્ત :
શત્રુસૈન્યના નાશને માટે નિયુક્તિ
જયકુંજરની સાથે સરખામણી કરીને, શ્રી ભગવતીજી સૂત્રની વિગતાના તથા વિશેષતાઓના, પેાતાની શાસ્ત્રપ્રસ્તાવનામાં ખ્યાલ આપી રહેલા ટીકાકાર મહર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, તેવીસમા વિશેષણ તરીકે ફરમાવે છે કે
:
**
" मिथ्यात्वाऽज्ञानाऽविरमणलक्षणरिपुबलदलनाय श्रीम. न्महावीर महाराजेन नियुक्तस्य । "
એટલે કે–મહારાજાએ જેમ જયકુજરને શત્રુસૈન્યના નાશ કરવાને માટે નિયુક્ત કરે છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને પણ, આત્માના શત્રુસૈન્યના નાશ કરવાને માટે, શ્રીમાન્ મહાવીર મહારાજાએ નિયુક્ત કરેલું છે. આત્માનું શત્રુસૈન્ય કયું ? એના ખૂલાસો કરતાં કહ્યું છે કે મિથ્યાત્વ-સ્વરૂપ, અજ્ઞાનસ્વરૂપ અને અવિરમણુ–સ્વરૂપ. એ ત્રણ, આત્માના શત્રુ તરીકેનું કામ કરનારા છે, માટે એ ત્રણના નાશને માટે ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ, આ શ્રી ભગવતીજી સૂત્રને નિયુક્ત કરેલું છે.
ભગવાનને નિયુક્ત કરનાર કેમ કહ્યા?
આપણે જાણીએ છીએ કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવા