________________
“બીજે ભાગ–શારાપ્રસ્તાવના
૫૪૧
અનુપમ ઉપકાર કર્યો છે, પણ જ્યાં સુધી મિથ્યાત્વાદિ શત્રુસિન્ય બહુ જ જોરદાર હોય છે, ખાસ કરીને મિથ્યાત્વ રૂપ શત્રુ જ્યાં સુધી જોરદાર હોય છે, ત્યાં સુધી તો તે જીવને શ્રીમાન્ મહાવીર મહારાજાને આ પરમ ઉપકાર, પરમ ઉપકાર તરીકે લક્ષ્યમાં જ આવતો નથી. મિથ્યાત્વ રૂપ શત્રુ મન્દ પડે, તે જ એ ઉપકાર ઉપકાર તરીકે લક્ષ્યમાં આવી શકે. ત્યારે વિચાર કરે કે-જે શત્રુ આપણા ઉપરના કેઈના ઉપકારને જાણવા ન દે, એ કે ભયંકર શત્રુ કહેવાય ? એ શત્રુની ખરી ભયંકરતા તે એ છે કે-એ આત્માના સઘળા ય શત્રુઓને શત્રુઓ તરીકે ઓળખવા તો દેનહિ, પણ એમને મિત્રો તરીકે જ ઓળખાવે. જોરદાર મિથ્યાત્વવાળો માત્ર બાહ્ય શત્રુઓને જ જોયા કરે, પણ આન્તરિક શત્રુઓને તે મિત્ર માન્યા કરે. એને લાગે કે-સુખ તો માત્ર વિષયના ભેગવટામાં જ રહેલું છે. એને મેળવવાની, સાચવવાની ને સંઘરવાની વૃત્તિને પેદા કરનારે લોભ, એ એને પરમ બધુ જેવો લાગે. લોભે પેદા કરેલી વૃત્તિ અમલમાં આવે, એ માટે એને માયા સહચરીને સેવવામાં ઘણો આનન્દ આવે. જ્યારે તે વિષયસામગ્રીને મેળવવા આદિમાં સફળ થાય, ત્યારે તે માનને લીધે પિતાની બહેશી માને તેમ જ નિષ્ફળતા મળે ત્યારે એ જ માન એને કહ્યા કરે કે–તારામાં પાણી નથી ? એમ માન એને સદા ઉત્તજ્યા કરે, એટલે એને લાગે કે-માન વિના તે ચાલે જ નહિ. આ રીતિએ લેભને, માયાને અને માનને પિતાના હિતકારી રૂપે માનનારે, તેના વિષયસુખમાં આડે આવનારાઓ ઉપર રિષ કરનારે બને જ–રોષ કરે જ—એમ નહિ, પણ રેષ કરો જોઈએ—એમ એને લાગે. રેષ ન કરીએ, તે લૂંટાઈ જઈએ;