________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૩૯
તો ત્યારથી તે
પણ
જાય એટલે આત્માને
આત્માને એ વાતને સાચે ખ્યાલ આવ્યો કે “હું અનાદિકાળથી મિયાત્વાદિ રૂપ શત્રુસેન્યથી ઘેરાએલું અને પરાભવ પમાડાએલો છું.” શ્રી નયસારના ભવમાં, એ પુણ્યપુરૂષના આત્માને જ્યાં એ વાતને સાચો ખ્યાલ આવ્યો, એટલે એમણે એ શત્રુન્યની સામે હલ્લો કરવાની શરૂઆત કરી. શ્રી નયસારના ભવમાં, શ્રીમાન મહાવીર મહારાજાને આત્મા, મૂળમાંથી તે એ શત્રુઓને ઉખેડી શક્યો નહિ, પણ એ શત્રુઓને અમુક અંશે દબાવી દેવાનું કામ તો જરૂર કરી શક્યો. ત્યારથી એ આત્માએ મિથ્યાત્વાદિ શત્રુસન્યની સામે બળ અજમાવવા માંડયું, પણ એમાં જેમ કેઈ વાર શત્રુ પણ ફાવી જાય અને શત્રુ ફાવી જાય એટલે પુનઃ બન્ધનમાં લઈ લે, એમ શ્રીમાન મહાવીર મહારાજાના આત્માને માટે થયું. પુનઃ બન્ધનમાં જકડાઈ ગયેલા શ્રીમાન મહાવીર મહારાજાના આત્માએ, મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓની આધીનતામાં ઘણે કાળ પસાર કર્યો. એમાં જ્યારે એ આત્માને તક મળી ગઈ, એટલે એ આત્માએ એ તકને લાભ ઉઠાવી લીધો. પ્રિય મિત્ર ચક્રવર્તી તરીકેના ભવમાં તેમણે એ શત્રુસેન્યને દમવાને અને એ શત્રુસેન્યને નામશેષ કરી નાખવાને પ્રયત્ન પુનઃ આરંભી દીધો. એમના આત્માને એ વાત એવી જચી ગઈ કે–એમના શ્રી નન્દન મુનિ તરીકેના ભવમાં તે એમણે કમાલ કરી નાખી. એમના આત્માને એ વખતે એમ જ થઈ ગયું કે “જે મારું ચાલે તો હું માત્ર મારા જ મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓને મૂળમાંથી ઉખેડી નાખીને અટકું નહિ, પણ સારા ય જગતના જીના મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓને હણી નાખું!” પણ મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓ એવા પ્રકારના છે કે–કેઈના