________________
૧૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
કરાએલું છે—એવું જણાવવાની સાથે, શા માટે આ સૂત્ર નિયુક્ત કરાએલું છે, તેનું પણ ટીકાકાર મહર્ષિએ સ્પષ્ટીકરણ કર્યું છે. મિથ્યાત્વ રૂપ, અજ્ઞાન રૂપ અને અવિરમણ રૂપ જે શત્રુસૈન્ય, તેને નાશ કરવાને માટે આ સૂત્ર નિયુક્ત કરાએલું છે. આ સૂત્રને અગર તેા આ સૂત્રને નિયુક્ત કરનારા શ્રીમાન્ મહાવીર મહારાજાને મિથ્યાત્વ, અજ્ઞાન કે અવિરમણુ–એમાંના કોઈ જ શત્રુ નથી. એટલે તેમના શત્રુસૈન્યના નાશને માટે આ સૂત્ર નિયુક્ત કરાએલું નથી, પરન્તુ જગતના જીવાના શત્રુસૈન્યના નાશને માટે જ આ સૂત્ર નિયુક્ત કરાએલું છે. એક કાળે શ્રીમાન મહાવીર મહારાજાને પણ એ ત્રણેય શત્રુઆએ ઘેરેલા હતા. શ્રીમાન મહાવીર મહારાજાના આત્મા પણ અનન્તા કાળ એ શત્રુઓની આધીનતામાં રહ્યો હતા. એએશ્રીના આત્માને પણ અનન્તા કાળ સુધી ‘હું મિથ્યાત્વાદિ રૂપ શત્રુસૈન્યથી ઘેરાએલા છું અને પરાભવ પમાડાએલે હું ’–એવા ખ્યાલ સરખા પણ આવ્યો નહેાતા. મિથ્યાત્વાદિ રૂપ શત્રુસૈન્યથી હું અનાદિકાળથી ઘેરાએલા છું અને પરાભવ પમાડાએલા છું’–એ વાતના સાચા ખ્યાલ તા, ભવ્યાત્માને જ આવી શકે છે. ભવ્યાત્માને પણ એ વાતના સાચા ખ્યાલ ચરમાવર્ત્ત કાલમાં જ આવી શકે છે. ચરમાવર્ત્તમાં પણ અર્ધપુદગલપરાવર્ત્ત જેટલા સંસારકાલ લગભગ બાકી રહ્યુ છતે અથવા તે એથી પણ અલ્પ સંસારકાલ બાકી રહ્યુ છતે, આ વાતના સાચા ખ્યાલ આવી શકે છે. શ્રીમાન્ મહાવીર મહારાજાના આત્માને જ્યારે અર્ધપુદ્ગલપરાવર્ત્તથી પણ એછે, એક કાડાકેાડી સાગરાપમથી કાંઈક અધિક માત્ર સંસારકાળ ખાકી રહેવા પામ્યા, ત્યારે જ શ્રી નયસાર તરીકેના ભવમાં, તે